આ મહિલાની કહાની પર બની ચૂકી છે 100 કરોડની ફિલ્મ, છતાં પણ આવી હાલતમાં રહેવા મજબૂર

આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાના જીવન પર બનેલી ફિલ્મએ 100 કરોડ રૂપિયા કમાયા હતા. આજે પણ આ…

આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાના જીવન પર બનેલી ફિલ્મએ 100 કરોડ રૂપિયા કમાયા હતા. આજે પણ આ મહિલાની હાલત એવી છે કે જે જોઇને તમને પણ દયા આવી જશે.

જોવા જઈએ તો આજે પણ આ મહિલાની જીવનશૈલીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. તમને જણાવી દઈએ કે આ મહિલાનું નામ અનીતા છે. આ મહિલાની કહાની ઉપર અક્ષય કુમારની ફિલ્મ બની હતી જે ફિલ્મનું નામ ટોઇલેટ એક પ્રેમ કથા હતું.

આ ફિલ્મ ટોઇલેટ એક પ્રેમ કથાની કહાની પ્રેક્ષકોને ખુબ જ પસંદ આવી હતી. સાથે આ ફિલ્મએ 100 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે જેટલી પણ કમાણી કરી હોય પણ કહાની પર આ ફિલ્મ બની હોય પરંતુ તે અનિતા આજે પણ પોતાના ગામમાં કાચા મકાનમાં જ રહે છે. અનીતાનું ઘર પહેલાના જમાનાનું છે. અનિતા પોતાના ઘરમાં પોતાની પતી અને 2 છોકરીઓ સાથે રહે છે. ચોમાસાની ઋતુમાં ઘણી વાર ઘરમાં પણ પાણી ટપકે છે.

જે મહિલા અનીતા પર આ ફિલ્મ બની હતી તે ફિલ્મે જોવા માટે અનીતા પણ પહોચી હતી. તેને આ ફિલ્મ ખુબ જ પસંદ આવી હતી. આ ફિલ્મને જોઇને અનીતા ખુબ જ ખુશ થઇ હતી. મહિલાએ વિચાર્યું પણ ન હતું કે, તેની કહાની આવડા મોટા ફિલ્મી સ્ટેજ પર બતાડવામાં આવશે.

અનીતાની કહાની પર બનાવવામાં આવેલ આ ફિલ્મએ 100 કરોડની કમાણી કરી હતી. પરંતુ તેમ છતાં પણ તેમના જીવન પર કોઈ પ્રકારનો બદલાવ આવ્યો નથી. કોઈને પણ એવું નહોતું થયું કે આ મહિલાને કારણે ફિલ્મએ 100 કરોડની કમાણી કરી તો પણ આ ગરીબ મહિલાની મદદ કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *