તળાવની પાળ પરથી પસાર થતી વખતે 15 વર્ષીય કિશોર અચાનક પાણીની અંદર પડી ગયો અને…

Published on: 7:52 pm, Tue, 8 June 21

તાજેતરમાં એક ખુબ જ દુઃખદ બનાવ બનવા પામ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા સીમમાં ભોયસર તળાવમાં પડી જતાં ડૂબી જવાથી પંદર વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો છે. મૃતક વાઇની બીમારીથી પીડાતો હોવાથી પાળ પરથી પસાર થતા અચાનક વાઇ આવતાં આ બનાવ બન્યો હોવાનુ પોલીસમાં બહાર આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, દ્વારકા નજીક આરંભડા સીમમાં ભોંયસર તળાવમાં અકસ્માતે પડી જતાં 15 વર્ષીય કિશોર ડૂબી ગયો હતો. જેને તળાવમાંથી બહાર કાઢવામાં આવતાં પોલીસને તેની ઓળખ પડી હતી. રંભડાની જય અંબે સોસાયટી નજીક તળાવની પાળ વિસ્તારમાં રહેતો મૃતક જયેન્દ્ર કેશુભા રાઠોડ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ દ્વારા મૃતકના પરિવારજનનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જેમાં મૃતક વાઇની બીમારીથી પીડાતો હોવાથી તે અચાનક પાળ પરથી પાણીની અંદર પડી જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર થયું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

જયારે માસૂમ બાળકનો મૃતદેહ ભોંયસર તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે સ્થળ પર દોડી ગયેલા મૃતકની માતા વહાલસોયાના મૃતદેહને જોતાં જ હતપ્રત બની ગઈ હતી. મૃતકના પિતાનું 10 વર્ષ પૂર્વે અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેને અન્ય કોઇ ભાઇ-બહેન પણ ન હતા. એકમાત્ર આધારસ્તંભ સમાન વહાલસોયાના મૃતદેહ પર માતાના હૃદયદ્રાવક આક્રંદ અને કલ્પાંતે સમગ્ર વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.