RTE અંતર્ગત હવે તમારું બાળક સરકારના ખર્ચે ભણશે પ્રાઈવેટ શાળામાં- જાણો સરળ પ્રોસેસ

દેશના દરેક બાળકને આઠમાં ધોરણ સુધીનું શિક્ષણ મેળવવાનો અધિકાર છે જે અંતર્ગત બાળકનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે હે. સરકાર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત તમારા…

દેશના દરેક બાળકને આઠમાં ધોરણ સુધીનું શિક્ષણ મેળવવાનો અધિકાર છે જે અંતર્ગત બાળકનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે હે. સરકાર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત તમારા બાળકોને અન્ય પ્રાઇવેટ શાળાઓમાં સરકારના ખર્ચે ભણાવી રહી છે. તેના માટેનું ટાઇમટેબલ હાલમાં જ બહાર પાડવામાં આવ્યું છે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૦ના પ્રવેશ માટે વર્તમાનપત્રોમાં જાહેરાત બહાર પાડવામાં આવશે. જેની તારીખ ૭ ઓગસ્ટ 2020 રહેશે.

ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે વાલીઓને તારીખ ૭ ઓગસ્ટ ૨૦૨૦ થી ૧૮ ઓગસ્ટ ૨૦૧૦ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તારીખ 19 ઓગષ્ટ 2020 થી 29 ઓગષ્ટ 2020 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

ત્યાર બાદ જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મ ની તપાસ કરી કે રિજેક્ટ કરવાનો સમયગાળો તારીખ 31 ઓગષ્ટ 2020 થી તારીખ 7 સપ્ટેમ્બર 2020 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

અંતિમ ચરણમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ 11 સપ્ટેમ્બર 2020 નક્કી કરવામાં આવી છે.

પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી https://rte.orpgujarat.com વેબસાઈટ પર તારીખ 19 ઓગષ્ટ 2020 થી તારીખ 29 ઓગષ્ટ 2020 દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે.આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા કયા અધિકારીના રજૂ કરવાના છે તે તમામ ની વિગતો વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.અરજદાર જરૂરી પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઇન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે.પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન જરૂરી ડોક્યુમેન્ટ સાથે વાલીએ રીસીવિંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા કોરોના મહામારી ને કારણે રદ કરેલ છે. ખાલી એ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મ ની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય પણ જમા કરાવવાનું રહેશે નહીં. તો તમે પણ આ ટાઇમટેબલ પ્રમાણે અનુસરીને તમારા બાળકોને વિનામૂલ્યે પ્રાઇવેટ શાળામાં ભણાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *