શાકભાજી વેંચતા પિતાની બંને દીકરીઓ એક સાથે બની પોલીસ ઇન્સ્પેક્ટર, પરિવારનું નામ કર્યું રોશન 

આજના જમાનામાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં ખુબ જ આગળ વધી રહી છે. દીકરીઓ સખત મહેનત કરી પુરુષ સાથે ખભેથી ખભો મિલાવતી થઈ ગઈ છે. ત્યારે આજે…

આજના જમાનામાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં ખુબ જ આગળ વધી રહી છે. દીકરીઓ સખત મહેનત કરી પુરુષ સાથે ખભેથી ખભો મિલાવતી થઈ ગઈ છે. ત્યારે આજે એવી જ બે દીકરીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેઓ સામાન્ય પરિવારમાં રહેતી હોવા છતાં પણ બંનેએ પોલીસ ઇન્સ્પેક્ટર(Police Inspector) બની પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. તેમજ તેઓની આ સફળતા પાછળ સૌથી મહત્વનો હાથ બંને દીકરીઓના પિતાનો છે. તો ચાલો જાણીએ…

મળતી માહિતી અનુસાર, પૂજા અને પ્રિયા નામની બંને દીકરીઓ પોતાના પરિવાર સાથે બિહારના નવાદામાં રહે છે.  બંને એક જ સાથે આ પરીક્ષા પાસ કરી પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા છે. જેને પગલે આજે આખો પરિવાર તેમની બે દીકરીઓ પ્રિયા અને પૂજાની સફળતા પર ખુબ જ ખુશ છે. આ બંને દીકરીઓ તેમના અભ્યાસમાં શરૂઆતથી જ હોશિયાર હતી.

પ્રિયાને વર્ષ ૨૦૧૩ માં હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરીને ૭૭ ટકા મેળવ્યા હતા. જયારે પૂજાને વર્ષ ૨૦૧૪ માં ૬૬ ટકા મેળવ્યા હતા. ત્યારબાદ બંનેએ ત્યાંથી જ ઇન્ટર અને સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો હતો અને પછી બંને બહેનોએ સાથે જ પોલીસની પરીક્ષાની તૈયારી ચાલુ કરી હતી.

જાણવા મળ્યું છે કે, આ બંને બહેનોને અભ્યાસ કરાવવા તેમજ પરિવારનું ગુજરાન ચલાવવા પિતા મદન સાવ શાકભાજી વેચે છે. જેમાં દીકરીઓએ પિતાની મહેનતને સાચી સાર્થક કરવા માટે સખત મહેનત ચાલુ કરી અને બંનેએ પોતાની મહેનથી દરોગા બનીને પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું અને તેમના પિતાની મહેનતને પણ સાચી સાર્થક કરી દીધી હતી. આજે દીકરીઓ પર બધા જ ગામના અને દેશના લોકોને ગર્વ છે. હાલ આ બંને દીકરીઓ દરેક માટે પ્રેરણાદાયી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *