યુનીવર્સીટી ગ્રાન્ટ કમિશને લેવાનાર કોલેજોની ઓફલાઈન પરીક્ષા પર લગાવી રોક અને કહ્યું કે…

કોરોનાની બીજી લહેરને કારણે સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. જયારે બીજી બાજુ કેટલાય દર્દીઓ પોતાનો દમ તોડી રહ્યા છે. ત્યારે આવા…

કોરોનાની બીજી લહેરને કારણે સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. જયારે બીજી બાજુ કેટલાય દર્દીઓ પોતાનો દમ તોડી રહ્યા છે. ત્યારે આવા કપરા કાળમાં હોસ્પીટલમાં બેડ મળવા મુશ્કેલ છે અને ઓક્સિજનની ભારે અછત સર્જાણી છે. ત્યારે વધી રહેલા સંક્રમણને કારણે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ મે મહિનામાં ઓફલાઈન પરિક્ષ ન લેવા માટે આદેશ આપ્યો છે અને કહ્યું છે કે સ્થાનિક પરિસ્થિતિઓનું અવલોકન કર્યા બાદ પરિક્ષા ઓનલાઈન લેવાનું નક્કી કર્યું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ તમામ યુનીવર્સીટીઓ અને કોલેજોને પાત્ર દ્વારા જાણ કરતા જણાવ્યું છે કે કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે વિધાર્થીઓની કાળજી લેવી અને તેમની સલામતી રાખવી એ અમારા માટે મહત્વપૂર્ણ છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ તમામ યુનિવર્સિટીઓના કુલપતિ અને કોલેજોના આચાર્યોને મોકલેલ પાત્ર દ્વારા જણાવ્યું છે કે, હાલમાં વધી રહેલા કોરોનાના સંક્રમણની પરીસ્થીતીને ધ્યાનમાં લઈને વિંનતી કરવામાં આવે છે કે, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ મે મહિનામાં લેવાનાર ઓફલાઈન પરીક્ષાઓને લીધે થતી ભીડને રોકી શકે છે અને સાથે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને પણ રાહત આપી શકે છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ આદેશ આપ્યો છે કે, સ્થાનિક પરિસ્થિતિઓનું અવલોકન કર્યા બાદ ઓનલાઈન પરિક્ષાઓ યોજવા માટે જરૂરી નિર્ણયો લઇ શકશે અને સાથે કહ્યું છે કે અમે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે શિક્ષણ કોવીડ પ્રોટોકોલ અને સલામતીની સંભાળ લેવા સક્ષમ છીએ. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) અને મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ પ્રોટોકોલનું અનુસરણ કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *