નહિ ઘોડાગાડી કે નહિ બળદગાડી… આ દાદા તો નીકળ્યા ‘બકરા ગાડી’ પર; વિડીયો વાયરલ થતા ગોથું ખાઈ ગયા લોકો

તમે જુગાડના ઘણા વાયરલ વીડિયો જોયા હશે. જુગાડથી કાર્યો સરળ થઈ જાય છે. ત્યારે કેટલાક જુગાડના વીડિયો ખુબજ મજેદાર હોય છે અને કોઈ કોઈ જુગાડના…

તમે જુગાડના ઘણા વાયરલ વીડિયો જોયા હશે. જુગાડથી કાર્યો સરળ થઈ જાય છે. ત્યારે કેટલાક જુગાડના વીડિયો ખુબજ મજેદાર હોય છે અને કોઈ કોઈ જુગાડના વીડિયો તો એવા જ હોઈ છે કે ભલભલા એન્જિનિયર્સ પણ વિચારમાં પડી જાય છે.

તમે બળદગાડી, ઘોડાગાડી, ઊંટ ગાડી તો જોઈ જ હશે પણ શું તમે ક્યારેય બકરાગાડી જોઈ છે? આજે અમે તમને એક વીડિયો બતાવીશું જેમાં બકરીને લઈ જતી ગાડી નહીં પણ બકરીથી ચાલતી ગાડી છે. એક દાદાએ પોતાના ભેજાનો ઉપયોગ કરીને એક અનોખી બકરી ગાડી બનાવી છે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર થઇ રહેલા વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દાદાએ દિવ્યાંગ લોકો માટે ઉપયોગમાં આવતી સાયકલમાં જુગાડ કર્યો છે. આ દાદાએ સાયકલના સ્ટિયરિંગને બદલે બે બકરીઓ ઉપર લાકડું રાખીને તેને સાયકલ સાથે બાંધી દેવામાં આવી છે.

દાદા બકરી ગાડીની મજાથી સવારી કરી રહ્યા છે. હાલ જાણકારી મળી નથી કે આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે. આ અનોખી બકરી ગાડીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. કેટલાક લોકો બકરીઓ પર અત્યાચાર માની રહ્યા છે ત્યારે કેટલાકને આ જુગાડ પસંદ આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *