રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે: આજે આ મહાનુભાવો સાથે કરશે મુલાકાત

ગુજરાત: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ગુજરાત (Gujarat) ના બે દિવસના પ્રવાસે આવ્યાં છે ત્યારે તેઓ મહુવા (Mahuva) અને ભાવનગર (Bhavnagar) ના કાર્યક્રમમાં હાજરી…

ગુજરાત: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ગુજરાત (Gujarat) ના બે દિવસના પ્રવાસે આવ્યાં છે ત્યારે તેઓ મહુવા (Mahuva) અને ભાવનગર (Bhavnagar) ના કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાત પધારી ચુકેલા રાષ્ટ્રપતિ શુક્રવારની સવારે એટલે કે, આજે સવારે 11.00 વાગ્યે ભાવનગર એરપોર્ટ પર પહોંચશે. જ્યાંથી તેઓ મહુવાના તલગાજરડામાં મોરારીબાપુનું સાનિધ્ય માણશે.

મહુવાના તલગાજરડામાં મોરારી બાપુ સાથે અંદાજીત 3 કલાકની મુલાકાત પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બપોરનાં ૩ વાગ્યાનાં સુમારે ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરશે કે, જેમાં 5 જેટલા લાભાર્થીઓને પ્રતીકાત્મક રીતે મકાનની ચાવી આપીને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

ગુરુવારે આવ્યા છે અમદાવાદ:
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગઈકાલે બપોરે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા કે, જ્યાં તેમના સ્વાગત માટે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CM ભુપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના પ્રધાન જગદીશ પંચાલ, મુખ્ય અધિક સચિવ તેમજ સચિવ સહિત અમદાવાદના મેયર હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બપોરે ગુજરાતની મુલાકાતે આવી પહોચી સીધા જ રાજભવન આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, હાલમાં ભારતનાં રાષ્ટ્રપતિની સેલરી 5 લાખ રૂપિયા પ્રતિ મહિને છે. વધુમાં હાલમાં કોવિડ-19 હોવાથી રાષ્ટ્રપતિની સેલરીમાં પણ 30% કાપ મૂકવામાં આવ્યો હતો તેમજ હાલમાં તેઓ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *