આખરે ઈન્તેજાર પૂરો- બુમરાહે કર્યા આ રૂપસુંદરી સાથે લગ્ન કર્યા, વિવાહના ભવ્ય ફોટો જુઓ અહિયાં

Jasprit Bumrah Marries TV Presenter Sanjana Ganesan

Published on: 4:37 pm, Mon, 15 March 21

ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) એક્ટ્રેસ સંજના ગણેશ (Sanjana Ganeshan) સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. આ બંનેની ગોવાના ગુરુદ્વારામાં અનંત વાહનની વિધિ છે. જસપ્રીત બુમરાહ અને અભિનેત્રી અને સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશનના લગ્નના સમાચાર છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં ચાલી રહ્યા હતા.

બુમરાહે હાલમાં જ તેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જણાવી દઈએ કે, બુમરાહની દુલ્હન એક્ટ્રેસ હોવાનું જાણવા મળી રહ્યું છે. સંજનાએ એમટીવીના રિયાલિટી શો સ્પિલિટ્સ વિલાથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. સંજના ગણેશને વર્ષ 2013 માં ફેમિના ગોર્જિયસનો ખિતાબ પણ જીત્યો હતો. Jasprit Bumrah Marries TV Presenter Sanjana Ganesan

તમને જણાવી દઈએ કે, અગાઉ જસપ્રીત બુમરાહનું નામ તેલુગુ ફિલ્મ અભિનેત્રી અનુપમા પરમેશ્વરન સાથે જોડાયેલું હતું. અનુપમા પણ તાજેતરમાં જ ગુજરાત પહોંચી હતી, જેના કારણે આ સમાચારોમાં હવા મળી રહી હતી. પરંતુ થોડા દિવસો પછી અનુપમાની માતાએ પુષ્ટિ આપી કે, તેની પુત્રી ફિલ્મના શૂટિંગના સંદર્ભમાં ગુજરાતમાં ગઈ હતી. બુમરાહના લગ્ન સાથે તેનો કોઈ સંબંધ નથી.

હાર્દિક પંડ્યાએ બનાવ્યો હાઈએસ્ટ ટી 20 રન બનાવવાનો રેકોર્ડ, 20 સિક્સ સાથે બનાવ્યા 158 રન

તે જ સમયે, અનુપમાનું નામ હટાવ્યા પછી જસપ્રીત બુમરાહનું નામ પ્રખ્યાત સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે જોડવામાં આવી રહ્યું હતું. સંજના ગણેશન આઈપીએલ દરમિયાન ‘કેકેઆર ડાયરી’ નામના શોની હોસ્ટ પણ રહી ચૂકી છે. તે 2016 માં કેકેઆર સાથે સંકળાયેલી હતી અને તેણે ‘નાઇટક્લબ’ નામના એક શોનું હોસ્ટ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle