ગુજરાતના આ દરિયા કાંઠે ફરવા જવાનું વિચારતા હોવ તો ટાળી દેજો! ભારે કરંટને કારણે 12 થી 15 ફૂટ સુધી ઊછળી રહ્યા છે મોજા

રાજ્યમાં હાલ વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. તેમાં પણ વળી દરિયા (sea)માં ભરતીનો સમય હોવાથી દરિયો ગાડોતૂર બન્યો છે. રાજ્યનો 1600 કિલોમીટરનો દરિયો ગાંડોતુર…

રાજ્યમાં હાલ વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. તેમાં પણ વળી દરિયા (sea)માં ભરતીનો સમય હોવાથી દરિયો ગાડોતૂર બન્યો છે. રાજ્યનો 1600 કિલોમીટરનો દરિયો ગાંડોતુર બન્યો છે. દરિયામાં ભારે કરંટના લીધે 15 ફૂટ સુધી ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. દરિયો તોફાની બનતાં માછીમારો સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી છે. તેમજ દરિયો ગાંડોતુર બનતા ફરવા જવાની પણ ના પાડી દેવામાં આવી છે.

વલસાડના દરિયામાં કરંટ:
મળતી માહિતી અનુસાર, વરસાદી માહોલને કારણે વલસાડના દરિયો પણ ગાંડોતુર બન્યો છે. દરિયાનાં પાણીએ અનેક જગ્યાએ કિનારા વટાવ્યા છે. તોફાની દરિયો અને ઝડપી પવનના કારણે દરિયા કિનારાનાં કેટલાંક ઘરને પણ નુકસાન પહોંચ્યું છે.

ઓખા બંદરે એક નંબરનું સિગ્નલ લગાવાયું:
વલસાડ ઉપરાંત દ્વારકામાં પણ દરિયાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. અહીં, ગોમતીઘાટ સહિતના કિનારે અંદાજે 12 થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા, હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં ભારે પવન ફૂંકાયો છે જેથી ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ રાખવામાં આવ્યું છે. હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળતા માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. તેમજ આજુબાજુના લોકોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો:
આ સિવાય ગીર-સોમનાથનો દરિયો પણ ગાંડોતુર બન્યો છે. આ દરિયામાં ભારે પવન ફૂંકાવવાની સાથે ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. દરિયામાં ઊછળતાં મોજાંઓની સાથે પ૦ કિલોમીટરની ઝડપ કરતાં વધુ પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને માછીમારોના જીવ તાળવે ચોંટ્યા છે.

દરિયો ખેડી રહેલા માછીમારોને પરત બોલાવી લેવાયા:
હાલ રાજ્યમાં દરેક જગ્યાએ વરસાદી માહોલ સર્જાયેલો છે. તેથી જુનાગઢમાં ભારે પવન સાથે માંગરોળ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. 10 થી 12 ફૂટ જેટલા મોજા દરિયામાં ઊછળી રહ્યા છે. પોરબંદરમાં પણ લો પ્રેશરના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો, અહીં 5 થી 7 ફૂટ જેટલા ઊંચા મોજા જોવા મળ્યા, બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારી કરી રહેલ માછીમારો બંદર પર પરત ફર્યા છે. તેમજ સાવચેત રહેવા સુચના આપી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *