લગ્ન મંડપમાં જ સર્જાયા મારામારીના દ્રશ્યો: મોટા ભાઈના લગ્નમાં નાના ભાઈએ છરી વડે કર્યો હુમલો

Published on: 4:41 pm, Sat, 14 May 22

બિહાર (Bihar): બેતિયા (Betiya)માં એક ઘરમાં લગ્ન સમારોહ દરમિયાન શું થયું તે જાણીને તમે ચોકી જશો. જાન ઘરેથી નીકળવાની હતી, પરંતુ તે પહેલા વરરાજા (groom)ના નાના ભાઈએ વરરાજા પર છરી દ્વારા હુમલો કર્યો. તેથી વરરાજાને એટલે કે મોટા ભાઈને હોસ્પિટલ લઈ ગયા. જોકે, વરરાજાનો જીવ બચી ગયો હતો અને સારવાર બાદ ફરી જાન નીકળી હતી, જ્યારે નાનો ભાઈ લોકઅપમાં પહોંચ્યો હતો.

મળતી માહિતી અનુસાર, આ ઘટના નવલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ધડવા ભવાનીપુર ગામની છે, જ્યાં ગુરુવારે સાંજે લગ્નની વિધિ ચાલી રહી હતી. આ દરમિયાન રોશન પાઠકે તેના મોટા ભાઈ દીપક પાઠકને છરી વડે હુમલો કર્યો હતો. સંબંધીઓએ વરરાજાને સ્થાનિક સામુદાયિક આરોગ્ય કેન્દ્ર યોગપટ્ટીમાં સારવાર માટે દાખલ કર્યો હતો. અને તેનો જીવ પણ બચી ગયો હતો.

જાન નીકળતી વખતે નાના ભાઈએ અચાનક તેના મોટા ભાઈ પર હુમલો કરી દેતાં અફરાતફરી મચી ગઈ હતી. જ્યાં એક તરફ પરિવારજનોએ વરરાજાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો તો બીજી તરફ ત્યાં હાજર લોકોએ આરોપી ભાઈને પકડીને પોલીસને હવાલે કર્યો. સારવાર બાદ દિપક પાઠકની જાન નીકળી હતી.

આ મામલે નવલપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ યોગેન્દ્ર પ્રસાદ સિંહે જણાવ્યું કે દીપક પાઠકની અરજી પર FIR નોંધ્યા બાદ આરોપી રોશન પાઠક ઉર્ફે છોટા ડોનને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, મોટા ભાઈ પર હુમલો કરનાર આરોપી નશાનો વ્યસની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.