જોતજોતામાં જ ધરતીમાં સમાઈ ગયો કુવો, જોનારાના ઉડ્યા હોશ

તમે ઘણી વખત સમાચારોમાં સાંભળ્યું હશે કે કોઈએ કુવામાં કુદી ને જીવ આપી દીધો અથવા કોઈ કૂવામાં પડી ગયું.આજકાલ સોશિયલ મીડિયામાં એક એવા કુવા સાથે…

તમે ઘણી વખત સમાચારોમાં સાંભળ્યું હશે કે કોઈએ કુવામાં કુદી ને જીવ આપી દીધો અથવા કોઈ કૂવામાં પડી ગયું.આજકાલ સોશિયલ મીડિયામાં એક એવા કુવા સાથે જોડાયેલો વિડીયો જ ઝડપથી વાયરલ થયો છે આ વિડીયો અનુસાર કોઈ વ્યક્તિ કૂવામાં નથી પડ્યું, પરંતુ આખો કૂવો જ ધરતીમાં સમાઈ ગયો.

વિડીયોમાં સાફ-સાફ દેખાઈ રહ્યું છે કે, રોડના એકબાજુ આવેલો એક કુવો અચાનક જમીન માં સમાઈ ગયો. જે કોઈએ આ દુર્ઘટના જોઈ તેના હોશ ઉડી ગયા. ત્યાં હાજર રહેલા લોકોએ તેનો વિડિયો રેકોર્ડિંગ કર્યું. આ વિડીયો, ટ્વિટર ઉપર આઇએએસ ઓફિસર અવનીશ શરણે પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે રોડના કિનારે કૂવો આવેલો છે.

વરસાદના પાણીથી ભીની થયેલી માટી નીચે તરફ ધસી જાય છે અને કૂવો નીચે પડવા લાગે છે. જોતજોતામાં કુવો જમીન માં સમાઈ જાય છે. નજીકમાં રહેલા લોકો જોઈને હેરાન થઈ જાય છે. આઈએએસ ઓફિસર અવનિશ શરણ પણ જોઈને હેરાન રહી ગયા.

વિડિયો શેર કરતા અવનિશ એ લખ્યું કે તમે કૂવામાં ડૂબતા તો સાંભળ્યું હશે પરંતુ ક્યારેય કૂવો ડૂબતા સાંભળ્યું છે? 2020 માં ગમે તે થઈ શકે છે. અવનીશ શરણે આ વિડીયો ૮ ઓગસ્ટના રોજ શેર કર્યો હતો, જેને અત્યાર સુધી ૭૫ હજારથી વધારે વ્યુ થઈ ચૂક્યા છે.

સાથે જ પાંચ હજારથી વધારે લાઇક અને એક હજારથી વધારે રીટવિટ અને કોમેન્ટ આવી ચૂક્યા છે. લોકો આ વીડિયોને જોઈને ખૂબ હેરાન છે. અને લોકો વિચારી રહ્યા છે કે આવું કેવી રીતે સંભવ છે પરંતુ આ વિદીયોએ દરેકની બોલતી બંધ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *