ચાલુ લગને ગોર મહારાજને 2 છોકરાની મા સાથે થયો પ્રેમ, પછી પત્નીને ખબર પડી તો…

તમે ઘણી વાર જોયું હશે કાતો અનુભવ્યું પણ હશે કે લગ્ન કોઈ બીજાના હોય અને સેટિંગ કોઈ બીજાના થઇ જતા હોય છે. ખરેખરતો લગ્ન દરમિયાન બંને પક્ષના લોકો આવે છે. અને ખાસ કરીને છોકરા અને છોકરીઓં બવ ઉતાવળા બની જાય છે. પણ આ ઘટના આજ સુધીની સૌથી અલગ છે. આ ઘટનામાં આ વાતમાં એક ગોર મહારાજ ફસાઈ જાય છે.

મકરપુરા વિસ્તારમાં રહેતા અને ધાર્મિક વિધિઓ કરાવતા ગોર મહારાજ રોહિતના લગ્ન આઠ વર્ષ પહેલાં નિશા સાથે થયા હતા. લગ્ન બાદ તેમને ત્યાં એક પુત્રીનો જન્મ થયો હતો. એક લગ્ન પ્રસંગમાં વિધિ કરાવતી વખતે બે સંતાનની માતા રેખા અને રોહિત વચ્ચે પરિચય થયો હતો અને બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપલે કરી હતી. થોડા જ સમયમાં રોહિત મહારાજની રેખાના ઘેર આવજા શરૂ થઇ હતી.

પતિની હરકતો શંકા ઉપજાવે તેમ હોઇ પત્ની નિશાએ પતિનો પીછો કર્યો હતો.પતિ ત્રણ થી ચાર કલાક બાદ રેખાના ઘરમાંથી બહાર આવતાં નિશાએ પતિની પૂછપરછ કરી હતી. રોહિતે વિધિ કરવાની હોવાનું બહાનું કાઢ્યું હતું.

Loading...

ચારેક દિવસ બાદ ફરીથી નિશાએ પીછો કરી પતિને રેખાના ઘરમાંથી રંગેહાથ પકડયા હતા.આ વખતે રોહિતે પ્રેમસબંધનો સ્વીકાર કરી હું રેખા વગર રહી શકુ તેમ નથી. તેમ કહ્યું હતું.જેથી પત્નીએ પણ આત્મહત્યાની ધમકી આપી હતી.પતિની પ્રેમલીલા ચાલુ રહેતાં આખરે પત્નીએ અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમે ત્રણેયને ભેગા કરી સમજાવતાં બંને પ્રેમીઓએ સબંધ તોડવાનું નક્કી કરી સમાધાન કરવામાં આવ્યું હતું.

(આ લેખમાં અમુક કારણો સર પત્રોના નામ બદલવામાં આવ્યા છે.જેની આપ સૌ નોંધ લેશો.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.