પત્નીને પિતરાઇ સાથે પ્રેમ થયો, પતિને કહ્યું, સંબંધ તો રાખીશ થાય તે કરી લે. અને પછી…

મહેસાણા બિલાડીબાગમાં ભેગા થયેલા બંને પરિવારોની હાજરીમાં મહિલાના ઉગ્ર તેવર જોઈને યુવક હતાશ થઈને  ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યો અને રીપોર્ટ કર્યો, અને પોલીસએ રિપોર્ટ દર્જ કર્યો અને તે અનુસાર કાર્યવહી…

મહેસાણા બિલાડીબાગમાં ભેગા થયેલા બંને પરિવારોની હાજરીમાં મહિલાના ઉગ્ર તેવર જોઈને યુવક હતાશ થઈને  ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યો અને રીપોર્ટ કર્યો, અને પોલીસએ રિપોર્ટ દર્જ કર્યો અને તે અનુસાર કાર્યવહી કરવાનું શરૂ કર્યું.

પરિણીત પિતરાઇ દિયર સાથે પ્રેમમાં પડેલી પત્નીના ફોટા તેના મોબાઇલમાં જોઇ પતિ સમસમી ગયો હતો. મહેસાણાના બિલાડી બાગમાં બંને પક્ષોની મિટિંગમાં યુવાને પોતે પરિણીત હોવા છતાં ભાભીને રાખવાનું રટણ કર્યું હતું.

જ્યારે મહિલાએ તેના પતિને કહ્યું કે, હું તેની સાથે સંબંધ રાખીશ, તારાથી થાય તે કરી લેજે. મામલો ઉગ્ર બનતાં યુવાન એ ડિવિજન પહોંચી પત્ની અને તેના પ્રેમી સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

કડીના એક ગામમાં રહેતા યુવાનને જ્યારે પોતાની પત્નીને અમદાવાદમાં રહેતાં ફોઇના પરિણીત પુત્ર સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થઇ ત્યારે ચોંકી ગયો હતો. આ અરસામાં તેના ફોઇએ પણ ફોન કરીને તારી વહુ મારા છોકરાના મોબાઇલમાં ફોટા મોકલે છે તેવું કહેતાં તે સમસમી ગયો હતો.

પિતરાઇ ભાઇ સાથે પત્નીના સંબંધોથી તંગ આવેલા યુવાને બુધવારે બંને પક્ષોને મહેસાણા બિલાડી બાગમાં બોલાવી ચર્ચા કરી હતી. જેમાં ઘરજમાઇ તરીકે રહેતા યુવાનની પત્નીએ પ્રેમી સાથે સંબંધ રાખીશ તેવી સ્પષ્ટતા કરી છોકરા તારા છે તેમનું તારે જે કરવું હોય તે કર તેમ સંભળાવી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *