આ મહિલા ઘરમાં ધોળે દિવસે ઘુસી જતી અને ચોરી કરતી કિંમતી વસ્તુઓ અને રૂપિયા- પકડાઈ રંગેહાથે

Published on Trishul News at 1:19 PM, Sat, 4 July 2020

Last modified on July 4th, 2020 at 1:19 PM

સુરતમાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. હાલ સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા ઘરના ખુલ્લા દરવાજા જોઈ ધોળે દિવસે ઘરમાં ઘૂસીને કીમતી વસ્તુઓ અને રૂપિયા ને ચોરી કરતે રંગેહાથ ઝડપાઇ છે. સ્થાનિક લોકોને આ વાતની જાણ થતાં આ ચોર મહિલાને પોલીસને હસ્તક સોંપી દીધી હતી.

સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક મહિલાને ચોરી રંગેહાથ પકડાઈ ગઈ છે. આ મહિલા કોઈપણ સોસાયટીમાં જ્યાં ઘરના દરવાજા ખુલ્લા હોય તે ઘરમાં ઘૂસી જતી. અને ઘરમાં રહેલી કીમતી વસ્તુઓ અને જેટલા પણ પૈસા પડેલા હોય એ કોઈને ખબર ન પડે તે રીતે ચોરી કરી લેતી હતી. સામાન્ય દેખાતી આ મહિલા ધોળા દિવસે કેટલાંક ઘરોમાંથી રૂપિયા અને દાગીના ચોરી ગઇ હશે તેની હકીકત પોલીસ દ્વારા બહાર આવી શકે છે.

સામાન્ય રીતે ઘણીવાર ઘરના સભ્યોને જાણ હોતી નથી કે, તેના ઘરમાં કોઈ અજાણી વ્યક્તિ ઘૂસીને કીમતી વસ્તુ અને રૂપિયાની ચોરી કરી લે છે. અગાઉ પણ આવી ઘટનાઓ નજરે ચડે છે. આજે ફરીવાર સુરત શહેરના વરાછા વિસ્તારમાં આ ઘટના સામે આવી છે. ઘરમાં રહેલા સભ્યો પોતાના કામમાં વ્યસ્ત હોય છે, ત્યારે આ મહિલા ધોળા દિવસે જ ઘરમાં ખુશી કોઈને જાણ ન થાય કેવી રીતે કીમતી વસ્તુ અને દાગીના ની ચોરી કરતી રંગેહાથ ઝડપાઇ છે.

TrishulNews સાથેની વાતચીતમાં પોલીસ બોલાવનાર વ્યક્તિ એ જણાવ્યું હતું કે, અમારા ઘરમાં મહિલા ઘૂસી ગઈ અને કબાટ ખોલીને રૂપિયા અને ઘરેણા ની પોટલી બનાવી ને ભાગવાની તૈયારીમાં હતી. ત્યાં અમને ખબર પડી ગઈ એટલે અમે તરત તેને પકડી અને પોલીસ બોલાવી અને પીસીઆર વાન આ મહિલાને પકડીને લઇ ગયેલ છે. કાપોદરા પોલીસે ઘટના સ્થળે આવીને આ ચોર મહિલાની ધરપકડ કરીને લઇ ગઈ છે અને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "આ મહિલા ઘરમાં ધોળે દિવસે ઘુસી જતી અને ચોરી કરતી કિંમતી વસ્તુઓ અને રૂપિયા- પકડાઈ રંગેહાથે"

Leave a comment

Your email address will not be published.


*