માથા પર વાસણ, હાથમાં લટકતી ડોલ અને બાઈક ચલાવીને મહિલાએ પાર કરી નદી- જુઓ વિડીઓ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. હાલમાં જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે ‘વુમન પાવર’ નું એક મોટું ઉદાહરણ આપશે. આ વિડીઓ દ્વારા આપણે સૌ જોઈ શકીએ છીએ સ્ત્રી કોઈ કરતાં ઓછી નથી અને તે એક સાથે ઘણા કામો કરી શકે છે.

જોઈએ તો આ વિડિઓ તમને સુપર વુમનની યાદ અપાવી દેશે. જે સ્ત્રી એકલા રહીને પણ અનેક કર્યો એક સાથે કરી શકે છે. આ વિડીઓને ટ્વિટર પર ડોક્ટર અજયીતા નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વિડીઓની સાથે એક સરસ કેપ્શન પણ લખવામાં આવ્યું છે. વિડીઓના કેપ્શનમાં લખ્યું છે કે, ” તેની પાસે ઘણું ટેલેન્ટ છે”.

વિડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક મહિલા નદીના કાંઠે બેસીને વાસણો ધોવે છે અને ત્યાર બાદ એક ટબમાં મુકે છે. ત્યાં બાદ તે મહિલા ટબને માથા પર મુકે છે. ત્યારબાદ હાથમાં પાણીની ડોલ પણ લટકાવે છે. ત્યારબાદ નજીકમાં રહેલી ગાડી પર સવાર થઈને નદી પાર કરવાનું શરુ કરે છે. મહિલાનો આ વિડીઓ જોઇને લોકો ખુબ જ જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

આ વિડીઓને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વિડીઓને 8 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. લોકો આ વિડીઓ અંગે ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, મહિલાને સલામ છે. ત્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, તેમણે વન્ડર વુમનને પણ પાછળ છોડી દીધી છે. જયારે અન્ય એક યુઝર્સે લખ્યું છે કે ખરેખર આ વન્ડર વુમન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *