પતિના મોતના 10 વર્ષ પછી મહિલાએ આપ્યો બે બાળકોને જન્મ, જણાવ્યો ચમત્કાર

The woman gave birth to two children 10 years after her husband's death, a miracle said

એક મહિલાએ તેના પતિના મૃત્યુના 10 વર્ષ પછી તેના પતિના જ બાળકને જન્મ આપ્યો હતો. એન્જેલીન લેકી જેમ્સના પતિ ક્રિસ કે જે યુકેના કોર્નવોલના છે કેન્સરને કારણે અવસાન પામ્યા હતા. મૃત્યુ પહેલા તેમના શુક્રાણુ જમા કરવામાં આવ્યું હતું. મહિલા આઈવીએફ દ્વારા બે વાર માતા બની હતી.

તસ્વીરો સાંકેતિક છે.

બ્રિટિશ મીડિયાના અહેવાલમાં પતિના સ્પર્મથી 10 વર્ષ પછી બાળકને સફળતાપૂર્વક જન્મ આપવાની ઘટનાને ચમત્કાર કહેવામાં આવી રહી છે. એંજિલીન અને ક્રિસ જેમ્સે 2007 મા લગ્ન કર્યા. ક્રિસનું 2008મા 29 વર્ષની વયે અવસાન થયું.

એંજિલીન કહે છે કે તેણી અને તેના પતિએ હંમેશા તેમના કુટુંબને પૂર્ણ કરવાનું સ્વપ્ન જોયું હતું. તેણે કહ્યું કે તેમના મૃત્યુ પછી પણ તે પિતા બનવાનું ડિઝર્વ કરતો હતો. તે ખૂબ જ કેયરીંગ, ફની અને પ્રોટેક્ટીવ હતો. બંને 5 બાળકોનું સ્વપ્ન જોતા હતા..

એન્જલિન 2013 મા પ્રથમ વખત તેના પતિના શુક્રાણુથી ગર્ભવતી બની હતી. તેના પતિના મૃત્યુના બરાબર 5 વર્ષ પછી 2018મા તેણે બીજા બાળકને જન્મ આપ્યો. પ્રથમ સંતાન એક છોકરો હતો જ્યારે બીજી પુત્રીનો જન્મ થયો હતો.

તેઓ કહે છે કે તેઓ બાળકોમાં પતિની હાજરી અનુભવે છે. ,૧ વર્ષની એંજિલીને કહ્યું કે તેણે તેના બાળકોના નામ તેના પતિ નક્કિ કરી ગયો હતો. ક્રિસ બ્રેન ટ્યુમરની ગાંઠને કારણે મૃત્યુ પામ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: