ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સુરતની 27 વર્ષની એડવોકેટ યુવતીએ કર્યો આપઘાત- મરતા પહેલા ફોનમાં કર્યું હતું એવું કામ કે…

એક પછી એક આપઘાત કર્યો હોવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં હાલમાં જ સુરત શહેરમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે.સુરત શહેરમાં આવેલ અમરોલી વિસ્તારમાં રહેતી એક મહિલા વકીલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા જ હોબાળો મચી ગયો છે. જ્યારે પોલીસ તપાસમાં પણ મહિલાનો ફોન ફોર્મેટ મારેલો હોવાનું સામે આવી રહ્યું છે. જેનાં કારણે હાલમાં આપઘાતનું કારણ પણ અકબંધ જ છે.

અમરોલી વિસ્તારમાં આવેલ શ્લોક રેસિડેન્સીમાં ધૃતિ રસિક કથીરિયા કે જેની ઉમર 27 વર્ષની હતી. તે પરિવારની સાથે જ રહેતી હતી તેમજ વકીલ પણ હતી. ગતરોજની સવારે ઘરે ફોનમાં વાત કરતા તે બેડરૂમમાં પણ ગઈ હતી. ત્યારપછી પંખાની સાથે સાડી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.

થોડા સમય પછી પરિવારને ધૃતિ બેડરૂમમાં લટકેલી હાલતમાં મળી આવી હતી. ઘટના અંગેની જાણ થતા જ પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પણ મોકલી આપ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, મહિલા વકીલે આપઘટ કરતા પહેલા તેણે પોતાનો ફોનને ફોર્મેટ પણ મારી દીધો હતો. જેનાંથી તે કોની સાથે વાત કરી રહી હતી એની પણ જાણ થઈ નથી. એના આપઘાત પાછળનું કારણ પણ હાલમાં અકબંધ જ છે. પરિવારજનોએ જણાવતાં કહ્યું હતું કે, તેના પિતા હીરાનાં દલાલ છે. મૃતકની બીજી કુલ 2 બહેનો તથા 1 ભાઈ પણ છે. હજુ 2 મહિના અગાઉ જ તેની સગાઈ પણ થઈ હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: