લગ્ન કર્યા પછી 15 દિવસે મૂરતિયાને ખબર પડી કે, લગ્ન કર્યા તે સ્ત્રી નહીં પુરુષ છે

આફ્રિકી દેશ યુગાન્ડામાં એક ઇમામની શાદીની સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. ઇમામ સાથે લગ્ન મામલે મોટી છેતરપિંડી સામે આવી છે.  ઇમામને લગ્નના બે…

આફ્રિકી દેશ યુગાન્ડામાં એક ઇમામની શાદીની સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. ઇમામ સાથે લગ્ન મામલે મોટી છેતરપિંડી સામે આવી છે.  ઇમામને લગ્નના બે અઠવાડિયા પછી ખબર પડી કે તેને જેની સાથે લગ્ન કર્યા એ છોકરી નહી પરંતુ છોકરો છે જે દુલ્હનના સ્વાંગમાં પ્રેમનું નાટક રચીને છેતરી ગયો હતો. મોહમ્મદ મુતુબા નામના ઇમામ લાંબા સમય સુધી લગ્ન કરેલી દુલ્હન સાથે શારીરિક સંબંધથી દૂર રહયો હતો આથી તેના ધ્યાનમાં ન હતું. જોકે લગ્ન પછી બંને વચ્ચે શારિરીક સંબંધો નહીં બંધાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ નિકાહ કર્યાના બે અઠવાડિયા પછી ઇમામના પડોસીએ ઇમામ સમક્ષ આ સત્યનો ખુલાસો કર્યો હતો કે, તેની પત્ની સ્ત્રી નહીં પરંતુ એક પુરુષ છે. ઇમામના પડોસીએ તેની પત્ની પર આરોપ લગાવ્યો હતો કે તે દિવાલ ફાંદીને તેના ઘરમાં ઘૂસી ચોરી કરી રહી હતી.  ઇમામની દુલ્હન પર પાડોશીએ ટીવી અને કિંમતી કપડાની ચોરી કરવાનો આરોપ લગાવતા સમગ્ર ભાંડો ફૂટયો હતો

દુલ્હન જે રીતે દિવાલ કુદીને ચોરીના ઇરાદાથી ઘરમાં કુદી તેના આધારે પાડોશીને આ મહિલા નહી પરંતુ પુરુષ હોવાની શંકા પડી હતી. પાડોશીએ આ બાબતે પોલીસ સ્ટેશનમાં જઇને ચોરીની ફરીયાદ કરી હતી. ઇમામ અને તેની દુલ્હનને પોલીસ સ્ટેશને હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે દુલ્હનના હિઝાબ અને સેન્ડલની ચકાસણી કરતા ખરેખર તે મહિલા નહી પરંતુ પુરુષ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

ઇમામે પણ આ વાત જાણી ત્યારે ખૂબજ ક્ષોભ થયો હતો.ઇમામે જણાવ્યું કે આ મહિલા સાથે મસ્જિદની બહાર પ્રથમ મુલાકાત થઇ હતી. મારે પણ સુંદર અને સંસ્કારી ઓરત સાથે લગ્ન કરવા હતા. બુરખો ઓઢીને ઉભેલી આ મહિલાને પ્રપોઝ કર્યુ હતું. મહિલાએ લગ્ન પહેલા કોઇ પણ પ્રકારના શારીરિક સંબંધો નહી રાખવાની શરત કરી હતી. ઇમામે દુલ્હનને વધુ ખૂશ રાખવા લગ્નના બે અઠવાડિયા પછી પણ શારીરિક સંબંધોથી દૂર રહયા હતા.મહિલાને પુરુષ બનીને લગ્ન કરવાનું કારણ પુછતા ઇમામના પૈસા પર નજર હોવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *