મહિલા કરી રહી હતી વિચિત્ર હરકત, પાછળથી આવેલી બકરીએ કરી નાખ્યું એવું કે…- વિડીયો જોઇને લોટપોટ થઇ જશે

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

કેટલાક લોકો ગમે ત્યારે ફોટા ક્લિક કરવાનું કે વીડિયો બનાવવાનું શરૂ કરી દે છે. તમે આવા ઘણા સમાચાર વાંચ્યા અને સાંભળ્યા હશે, જેમાં લોકો સેલ્ફી લેવાના ચક્કરમાં ગંભીર અકસ્માતોનો શિકાર બનતા હોય છે. ત્યારે હાલમાં જ ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલાને બકરી સાથે સેલ્ફી લેવાનું ભારે પડી ગયું.

સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિચિત્ર વિડીયોમાં મહિલા બકરી સાથે સેલ્ફી લેવાનો કે વીડિયો શૂટ કરવાનો પ્રયાસ કરી રહી છે. સામાન્ય રીતે બકરીથી કોઈને ખતરો નથી લાગતો પરંતુ આ બકરી થોડી ગુસ્સે થઈ હતી. તેણે મહિલા પર ઘણી વખત હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મહિલા ઈશારાને સમજી શકી નહીં.

આ મહિલા વીડિયો શૂટ કરવામાં એટલી વ્યસ્ત હતી કે, તેને બકરીનો ગુસ્સો જરા પણ સમજાયો નહીં. અનેક પ્રયાસો બાદ આખરે બકરીએ તેના શિંગડા વડે મહિલા પર હુમલો કર્યો. અચાનક થયેલા આ હુમલાને કારણે મહિલા પોતાને સાંભળી શકી નહિ અને જમીન પર જ પડી ગઈ.

અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. મોટાભાગના લોકો મહિલાને લઈને ચિંતિત છે. તેમને શંકા છે કે મહિલાએ ઘણું સહન કર્યું હશે. તે જ સમયે, કેટલાક કહે છે કે તેને બકરીને ચીડવવા બદલ સજા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *