વિફરેલા જિરાફે મહિલાને ધોળા દિવસે દેખાડી દીધાં તારા- જુઓ વિડીયો

Published on: 4:16 pm, Thu, 24 June 21

લોકો જંગલમાં જઇને જાનવરોને જુએ છે કે તરત જ કેમેરામાં કેપ્ચર કરવા લાગે છે. મોટાભાગના લોકો આવી જગ્યાએ પોતાની સાથે કેમેરા લઇ જાય છે અને તેમને પોતાના કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કરે છે. એટલું જ નહીં આ તસવીરોને કેપ્ચર કરવા માટે તે કોઇપણ રિસ્ક લે છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં એક મહિલા પોતાના કેમેરામાં દૂરથી જિરાફનો ફોટો લેવાનો પ્રયાસ કરી રહી છે. તે જ સમયે તેને બિલકુલ અંદાજ ન હતો કે, આ તેના માટે અને ગાડીના મુસાફરી કરનારા વ્યક્તિ માટે ખુબ મુશ્કેલ સાબિત થઇ જશે. થોડાક જ સેકેન્ડમાં મહિલાને અંદાજ આવી ગયો કે જંગલની મુસાફરી કરવી એટલી સરળ નથી જેટલી તે સમજી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by wildlife official (@wildlife_0.2)

જિરાફે મહિલા અને તેની જીપને જોઇને દોડવાનું શરૂ કરી દીધું.  જિરાફ જ્યારે દોડવા લાગે છે, તો મહિલા પણ ગાડીની સ્પીડ વધારવા માટે કહે છે. જિરાફે અમુક અંતર સુધી મહિલા તથા તેની ગાડીને દોડાવી. જો કે પછી તેને રાહત મળી, પરંતુ આ તેના માટે ઘણો મુશ્કેલ અનુભવ રહ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.