ગુજરાતની મહિલાઓ અસુરક્ષિત, મીઠાપુરમાં શિક્ષિકા રિક્ષાની રાહ જોઈને ઉભી હતી, અને પછી એવું થયું કે…..

એક તરફ સુરક્ષિત ગુજરાતની વાતો થઈ રહી છે તો બીજી તરફ હાલમાં ગુજરાતમાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.ગુજરાતમાં મહિલાઓ આજે સુરક્ષિત નથી. જેથી…

એક તરફ સુરક્ષિત ગુજરાતની વાતો થઈ રહી છે તો બીજી તરફ હાલમાં ગુજરાતમાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.ગુજરાતમાં મહિલાઓ આજે સુરક્ષિત નથી. જેથી યુવતીઓએ એકલ દોકલ વિસ્તારમાં જવુ યોગ્ય નથી. આવું કૃત્ય કરનાર ગુનેગારો માટે કાયદો કડક કરવો જોઇએ. જો કડક સજા કરાય તો દુષ્કર્મના કેસોમાં 90 ટકા સુધીનો ઘટાડો થઇ શકે તેમ છે. દુષ્કર્મ આચરનાર નરાધમો વિકૃત માનસિકતાથી પીડાતા હોય છે, તેઓ આવુ કૃત્ય કરે ત્યારે તેઓને કંઇ ભાન હોતુ નથી. જેથી સમાજમાં માતા-પિતા અને દરેક લોકોએ જાગૃત થવાની જરૂર છે.

તસ્વીરો સાંકેતિક છે

બુધવારે રાત્રે એક 26 વર્ષની મહિલા ડોક્ટર સાથે ચાર યુવકો દ્વારા ગેંગ રેપ કરીને તેને સળગાવી દેવામાં આવે છે. આ ચાર નરાધમોએ મહિલા ડોક્ટર ના સ્કૂટરનું પાછલું ટાયર પંચર કરી, તેને મદદ આપવાના બહાને ટોલનાકા પાસે એકાંત સ્થળે લઈ જઈ તેની સાથે ગેંગરેપ કર્યો હતો.તે ઉપરાંત રાજકોટ અને વડોદરામાં દુષ્કર્મની ઘટનાઓ તાજેતરની છે.અને દીકરીઓની છેડતી અને બળાત્કાર જેવા કિસ્સાઓમાં લોકરોષ ફાટી નીકળ્યો છે.

હાલમાં જ આવી એક ઘટના પછી જાણવા મળી છે. દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં શાળાએથી ઘરે જવા માટે રિક્ષાની રાહ જોઈને ઉભેલી શિક્ષિકા પર બે શખ્સોની નજર બગડ્યાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે, દ્વારકા તાલુકાના મીઠાપુર પાસેના હમુસર નજીક મહિલા શિક્ષિકા સાથે છેડતી અને અપહરણની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

એક શાળામાં શિક્ષિક તરીકે ફરજ બજાવતી શિક્ષિકા રિક્ષાની રાહ જોઈને ઉભી હતી ત્યારે બે વક્તિઓ ત્યાં આવી ચઢ્યા હતા અને આવેલ બન્ને વ્યક્તિઓ ડાડુભા કેર અને ધીરાભા માણેકએ મહિલા શિક્ષિકાની એકલતાનો લાભ લઈ તેને બળજબરીપૂર્વક પોતાની બાઇક પર બેસાડી નજીકની ઝાડી-ઝાંખડા વાળા વિસ્તારમાં લઈ ગયા હતા અને તેની સાથે બળજબરી કરીને ગેગરેપ કર્યો હતો, જો કે શિક્ષીકાએ બુમાબુમ કરી મુકી હતી. જેના કારણે ઝાડીઓમાં પોતાના ઘેટાં-બકરા ચરાવતા એક વ્યક્તિને અવાજ સાંભળયો અને તે આ મહિલાની મદદે આવતો જોઈ આ નરાધમોએ આખરે ભાગવું પડ્યું.

મહિલા પણ દોટ મૂકી પોલીસ સ્ટેસન પહોંચી ગઈ હતી અને સમગ્ર ઘટના પોલીસ સ્ટેશને જણાવતા આ મામલે પોલીસે તાત્કાલિક ગંભીરતા લઈ તપાસ શરુ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. એક તરફ સુરક્ષિત ગુજરાતની વાતો થઈ રહી છે તો બીજી તરફ હાલમાં ગુજરાતમાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રિક્ષાની રાહ જોઈને ઉભેલી શિક્ષિકા સાથે બનેલી આ ઘટના મહિલાઓની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *