કાલથી RTO ને લગતું આ કામ આવતી 7 મે સુધી બંધ, જશો તો થશે ધક્કો- જાણો જલ્દી

કોરોના વકરતા ગુજરાતમાં મીની લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં લોકોની જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદવા માટેની દુકાનો જ ખુલ્લી રાખવામાં આવી છે, બાકી સલુન,…

કોરોના વકરતા ગુજરાતમાં મીની લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં લોકોની જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદવા માટેની દુકાનો જ ખુલ્લી રાખવામાં આવી છે, બાકી સલુન, બ્યુટી પાર્લર રેસ્ટોરન્ટ જેવી દરેક દુકાનોને બંધ રાખવાનો સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. હાલ RTO સબંધિત સમાચાર પણ સામે આવ્યા છે. રાજ્યની તમામ ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં લર્નિંગ લાઇસન્સ સહિતની કામગીરી ૨૯ એપ્રિલથી તારીખ ૭મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે કે, રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને રાજ્ય સરકારે રોજગાર અને તાલીમ વિભાગ હસ્તકની તમામ સરકારી, ગ્રાન્ટ ઈન એડ અને સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં લર્નિંગ લાઇસન્સ સહિતની તમામ કામગીરી આવતી કાલ 29 એપ્રિલ થી આગામી 7 મી મે સુધી બંધ રહેશે.

૨૯ એપ્રિલ ૨૦૨૧ થી ૭મી મે સુધી આ નિર્ણય નો અમલ કરવાનો રહેશે આ આઠ દિવસના આ સમયગાળા દરમિયાન ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તમામ અધિકારી/કર્મચારીઓએ મોબાઇલ ફોન, ઇ મેઇલ અને વોટ્સએપ પર ઉપલબ્ધ રહી વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે. તો તમે પણ RTOના કામ કાજ માટે જવાના હોવ તો ઘરે જ રહેજો નહીતર થઇ શકે છે ધક્કો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *