એકપણ રૂપિયાનું રોકાણ કર્યાં વગર આજે આ દીકરી કરી રહી છે કરોડો રૂપિયાની કમાણી- જાણો કેવી રીતે

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવાં સમયમાં ઘણાં લોકોને પોતાનાં જ પૈસે ધંધાની શરૂઆત કરવી હોય છે, પણ એમની પાસે પૂરતાં પૈસા હોતાં નથી.…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવાં સમયમાં ઘણાં લોકોને પોતાનાં જ પૈસે ધંધાની શરૂઆત કરવી હોય છે, પણ એમની પાસે પૂરતાં પૈસા હોતાં નથી. જેને કારણે તેઓ કઈપણ કરી શકતાં નથી. હાલમાં જ આવી અમે આપને એ વ્યક્તિને વિશે જણાવવા માટે જઈ રહ્યાં છીએ, કે જેણે સૌને પ્રેરણા આપી છે.

કાનપુરની પ્રેરણા વર્માએ જ્યારે 10 ધોરણમાં અભ્યાસ હતી ત્યારથી જ એને નોકરી કરવી પડતી હતી. કારણ, કે ઘરની પરિસ્થિતિ ખુબ જ નબળી હતી. માતાએ જ દીકરી તેમજ દીકરાનો ઉછેર કર્યો હતો. પ્રેરણા મોટી હતી તો ઘરની જવાબદારી માથે ઉપાડી લીધી હતી તથા એક ઇમ્પોર્ટરની કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટરની નોકરીની શરૂઆત કરી હતી.

પ્રેરણાને દર મહિને માત્ર 1,200 રૂપિયા જેવો નજીવો પગાર મળતો હતો.નોકરીની સાથે એનો અભ્યાસ પણ ચાલુ જ રહ્યો હતો. સવારે માત્ર 6-10 વાગ્યા દરમિયાન ક્લાસ પર જતી હતી. સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી એ નોકરી જ કરતી હતી. ત્યારપછી સાંજે 7:30 વાગ્યા સુધી ટ્યૂશન જ કરાવતી તેમજ ત્યારપછી ઘરે આવીને અભ્યાસ જ કરતી હતી. સાયબર કાફે જઇને કરિયરમાં ક્યાં તકો છે, એના વિશે પણ સર્ચ કરતી રહેતી હતી.

એક દિવસ તો કાફેમાં જ લેધર પ્રોડક્ટ્સનો બિઝનેસ કરતી વ્યક્તિની સાથે એની મુલાકાત થઇ હતી તેમજ તેણે પ્રેરણાને પણ લેધર પ્રોડક્ટ્સની માર્કેટિંગ કરવાની ઓફર પણ આપી હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું, કે જો ધંધો સારો સેટ થઇ જશે તો એમાં ભાગીદારી પણ કરી લઇશું. પ્રેરણાને લેધર પ્રોડક્ટને વિશે કોઇ જાણકારી ન હતી તથા માર્કેટિંગ કરતાં પણ આવડતું ન હતું. એમ છતાં પણ એણે માર્કેટિંગ કરવાનું શરૂ કર્યું હતું.

પ્રેરણા જણાવતાં કહે છે, કે મારું કામ લોકોને પ્રોડક્ટ ખરીદવા માટે માત્ર રાજી કરવાનું જ હતું. માત્ર 1 મહિનામાં જ ઘણા ગ્રાહકોને સાથે જોડી દીધા હતાં. હું ઓર્ડર જનરેટ કરવાં લાગી તો મારા ભાગીદારને લગભગ સારું પણ લાગ્યું ન હતું તેમજ એનું વર્તન પણ બદલવા લાગ્યું હતું. જેથી મેં એનું કામ પણ છોડી દીધું હતું.

ત્યારપછી તો મારી પાસે કોઇ કામ પણ ન હતું. પૈસા પણ ન હતાં. મેં કુલ 3,000 રૂપિયાની બચત કરી હતી. દોઢ મહિનો લેધર પ્રોડક્ટની માર્કેટિંગ કરીને એટલી જાણ તો થઈ ગઈ હતી, કે હું ગ્રાહકોને ખુશ કરી શકું છું. જેથી નક્કી કર્યું, કે શરૂઆતમાં તો એવું કામ કરવામા આવે કે જેમાં પૈસા ન લગાવવા પડે તેમજ કામ પણ શરૂ થઇ જાય.

ત્યારપછી લેધર પ્રોડક્ટ્સની ટ્રેડિંગ શરૂઆત કરવાનો આઇડિયા આવ્યો હતો. પણ ઓફિસને ખોલવા માટે પૈસા પણ ન હતાં. જેથી ઘરનાં એક રૂમને જ ઓફિસ બનાવી દીધી હતી. ઘરમાં જૂનું ટેબલ પણ રાખ્યું,કોમ્પ્યુટર રાખ્યું તેમજ ટ્રેડિંગની શરૂઆત કરી હતી.

પ્રેરણા જણાવતાં કહે છે, કે હું લેધર પ્રોડક્ટ્સની ટ્રેડિંગ કરતી હતી. જેમને જરૂરિયાત રહેતી એમને તે સામાન પહોંચાડતી હતી. એ માર્કેટમાં પણ જતી હતી. લોકોને ઓનલાઇન પણ સામેલ કર્યા હતાં. શરૂઆતનાં વર્ષોમાં જેટલો ખર્ચ થતો હતો એટલાં જ પૈસા પણ આવતાં હતાં.

કોઇ ફાયદો ન હતો પણ હું ઇન્ડસ્ટ્રીને સમજી રહી હતી. થોડાં ગ્રાહક જોડાયા બાદ મેં ઘરમાંથી નીકળીને કુલ 2 રૂમની ઓફિસ પણ બનાવી હતી તેમજ ત્યાંથી જ ટ્રેડિંગની શરૂઆત કરી.ધીમે ધીમે મારી સોર્સિંગ પણ થવાં લાગી હતી. ગ્રાહક પણ બનવાં લાગ્યા હતાં.

કુલ 5 વર્ષ સુધી તો હું માત્ર ટ્રેડિંગ જ કરતી રહી. લેધર ઇન્ડસ્ટ્રી મેલ ડોમિનેટ હોય છે. અહીં માર્કેટમાં જવું તેમજ લોકોની સાથે વાત કરવી એ પણ એક પડકારથી ઓછું નથી પણ મારું ફોકસ પણ ચોખ્ખું હતું. મને ફક્ત મારાં કામથી મતલબ હતો જેથી બીજુ કંઇપણ વિચાર્યા વગર એમાં જ ઓતપ્રોત રહેતી હતી.

ડોમેસ્ટિક માર્કેટનો સારો એવો અનુભવ મળ્યા પછી મેં વર્ષ 2007માં પ્રથમ વખત સામાન બહાર મોકલ્યો હતો. મને એક રિફરન્સથી ઇંગ્લેન્ડનો ઓર્ડર પણ મળ્યો હતો. ત્યાં થોડાં લેધર પ્રોડક્ટ્સ પણ પહોંચાડવાનાં હતાં. મેં ટાઇમ પર એ પ્રોજેક્ટને પૂર્ણ પણ કરી લીધો હતો.

બસ ત્યારથી જ મને બિઝનેસમાં ગ્રોથ મળવાનું પણ શરૂ થઈ ગયું હતું. વિદેશમાં પણ હું એક્સપોર્ટ કરવાં લાગી હતી. ક્યારેય પણ જોખમ લેવાથી ડરી પણ નહીં.જો મને એવી ખબર પડતી કે ક્યાંક થોડું જોખમ રહેલું છે પણ ફાયદો રહેલો છે એટલે હું જોખમ પણ લઇ લેતી હતી.

વર્ષ 2010માં મને ઉત્તરપ્રદેશની સરકારે આઉટસ્ટેન્ડિંગ પ્રદર્શન માટે એવોર્ડ પણ આપ્યો હતો. એ મારાં માટે કોઇ સ્વપ્ન જેવું જ હતું. આ એવોર્ડથી મારો આત્મવિશ્વાસ ખુબ જ વધ્યો હતો તેમજ મારું ધ્યાન પણ બિઝનેસ પર ખુબ જ વધી ગયું હતું.

વર્ષ 2010માં મેં મારી ફેક્ટરીની શરૂઆત કરી હતી. જો, કે ત્યારે મને બેન્કમાંથી પણ લોન મળી શકી ન હતી. કારણ, કે એમને કંઇક ગિરવી રાખવાં માટે જોઇતું હતું જે મારી પાસે હતુ પણ નહીં. ત્યારપછી મેં જેટલી પણ કેપિટલ એકત્ર કરી હતી એ તમામ જ ફેક્ટરીમાં લગાવી દીધી હતી તેમજ લેધર પ્રોડક્ટ્સનું ઉત્પાદન પણ શરૂ કર્યું હતું.

આજે 25થી પણ વધુ દેશોમાં ફેશન, ફુટવિયર, લેધર ગુડ્સ, હેન્ડીક્રાફ્ટમાં મારી કંપની ડીલ કરી રહી છે. માત્ર 3500 રૂપિયાથી શરૂ થયેલ સફર આજે કુલ 2 કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચી પણ ગઇ છે.મેં MBA પણ નથી કર્યું તેમજ લેધર માર્કેટિંગની ટ્રેનિંગ પણ નથી લીધી. મારું ગ્રેજ્યએશન આર્ટ્સમાં જ છે તેમજ પીજી ઇકોનોમિક્સમાં છે.

અભ્યાસ તો માત્ર હિન્દી મીડિયમમાં થયેલો છે. પણ મને પોતાનું કંઇક કરવું હતું કે જેથી હું આ બધુ કરી શકી હતી તથા મહેનતની સાથે જ સફળતા પણ મળતી ગઇ હતી. હવે MBA,Btech નાં વિદ્યાર્થીને પણ પ્રોત્સાહિત કરવાં માટે મને બોલાવવામા આવે છે. હું લેક્ચર આપવાં માટે પણ જાઉં છું. એ જ મારી ઉપલબ્ધિ રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *