મહારાષ્ટ્રમાં જે કામ મોદી પાંચ વર્ષે પણ ન કરી શકયા, તે હવે ઉદ્ધવ ફક્ત એક મહિનામાં કરશે

મહારાષ્ટ્રમાં આ અગાઉ ગુરુવારે શિવાજી પાર્ક, મુંબઇ ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીના…

મહારાષ્ટ્રમાં આ અગાઉ ગુરુવારે શિવાજી પાર્ક, મુંબઇ ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીના ‘મહા વિકાસ આગાડી’ ના નેતા તરીકે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.આ સાથે જ દેશની આર્થિક રાજધાનીમાં ઠાકરે સરકારની શરૂઆત થઈ. આ પહેલીવાર છે કે, ઠાકરે પરિવારના કોઈ સભ્ય મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા હોય.

શિવસેનાના દિવંગત પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું ૯ ફૂટ ઊંચુ પૂતળું દક્ષિણ મુંબઇમાં ઉભુ કરવાનો પ્રસ્તાવ ગત ચાર વર્ષથી મુંબઇ મહાનગર પાલિકા સમક્ષ પ્રલંબિત છે. હવે શિવસેના મહારાષ્ટ્રમાં સત્તા આવી હોવાથી 23 જાન્યુઆરી 2020 સુધીમાં બાળાસાહેબની જયંતિદિન સુધીમાં આ પૂતળું ઉભુ કરવાનું કામ પૂર્ણ થશે, એવી આશા વ્યક્ત કરાય છે.

23 જાન્યુઆરી બાળાસાહેબ ઠાકરેનો જન્મદિવસ છે. આથી મહિનામાં જ આવનારા આ દિવસ સુધી બાળાસાહેબનું પૂતળું તૈયાર કરવાનું કામ પૂર્ણ થઇ શકશે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2015 માં તત્કાલીન મુંબઇ મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ યશોધર ફણસેએ રાજકીય ગુ્રપ લીડરની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ મેયર સ્નેહલ આંબેકરે આ પ્રસ્તાવની નોંધ લીધી હતી. ત્યારબાદ પાલિકાએ બાળાસાહેબ ઠાકરેના પૂતળાનું નિર્માણ કરવાની લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ આ પ્રસ્તાવને મુંબઇ હેરિટેજ કમિટિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરાયો હતો.

ડો. શ્યામ પ્રસાદ મુખરજી ચોકમાં ટ્રાફિક આઇલેન્ડના ત્રિકોણ જગામાં બાળાસાહેબ ઠાકરેનું પૂતળું ઉભુ કરવાનું નક્કી થયું છે. મહારાષ્ટ્ર રાજ્ય પોલીસની મુખ્ય કચેરી સામેની આ જગ્યા છે. ફોર્ટ વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલયની જગાનો ભાગ છે. આ કામ માટે મુંબઇ નાગરિક કળા આયોગની સંમતી આવશ્યક છે. આ આયોગ દ્વારા સાર્વજનિક જગયામાં કલાત્મક કામનું નિરિક્ષણ અને દેખભાળનું કામ જોઇએ છે. હવે બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે હવે રાજ્યના મુખ્ય પ્રધાન પદે નિયુક્ત થવાથી શિવસેના પ્રમુખની જયંતિ સુધીમાં પૂતળું ઉભુ થઇ જશે એવું રાજકીય વર્તુળમાં ચર્ચા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *