ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ફરી એકવાર સુરતમાં એક યુવક તેની સાસુને ભગાડી ગયો- વાંચો વિગતે

થોડા સમય પહેલા પણ એક આવી ઘટના સામે આવી હતી કે જેમાં એક યુવક અને યુવતી પ્રેમમાં પડ્યા, આખા પરિવારને તેની જાણ થઈ. એક જ સમાજના હોવાથી વેવિશાળ ગોઠવાયું. ધામ-ધૂમથી સગાઈ થઈ અને હવે લગ્ન આડે થોડાક દિવસ જ બાકી હતા ત્યાં મોટો ધડાકો થયો.

વરરાજાના પિતા અને કન્યાની માતા એક દિવસના અંતરે જ પોતપોતાના ઘરેથી લાપતા થઈ ગયા. ખણખોદ કરતા ખબર પડી કે વેવિશાળ નક્કી કરવાની મિટિંગમાં એકબીજાને જોતાં જ વેવાઈ-વેવણ વચ્ચેનો વર્ષો જૂનો પ્રેમ ફરી તાજો થયો એટલે બંને પોતાની પ્રીતને પાંગરવા દેવા થઈને ભાગી ગયા. બીજીતરફ આ ઘટનાને લઈને વર-કન્યાના લગ્ન મોકૂફ રાખવા પડ્યા છે.(તસવીરો: સોશિયલ મીડિયા મારફતે)

સુરતમાં ફરી એકવાર આઈ ઘટના સામે આવી છે. સુરત શહેરના કતારગામનો વેવાઈ નવસારીની વેવાણને લઈને ભાગ્યો બાદ હવે કતારગામમાં જ રહેતા 32 વર્ષીય યુવક 45 વર્ષીય સગી કાકીસાસુને ભગાડી લઇ ગયો. આ ઘટના વાયુવેગે લોકો વચ્ચે પ્રસરી રહી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી અને પોલીસમાં પણ કોઈ ફરિયાદ નોંધણી નથી.

ટૂંકમાં કહીએ તો વેવાઈ-વેવાણની ઘટના પછી થોડા સમયમાં જ આ નવી ઘટના સામે આવી છે. કતારગામમાં રહેતી કાકીસાસુ સાથે જમાઈ ત્રણ દિવસથી ભાગી જતા પરિવારજનો સમાજમાં બદનામી ન થાય તે માટે ગુપ્ત રાહે બન્નેની શોધખોળ કરી રહયા છે. જો બંને મળી જાય તો પરિવારની સમાજમાં બદનામી ના થાય, આ વિચારે પરિવારે પોલીસ સમક્ષ કોઈ નોંધ કરાવી નથી. કાપડ માર્કેટ સાથે સંકળાયેલા યુવકે તેની કાકીસાસુ સાથે આંખ મળી હતી. બન્ને એકબીજાના પ્રેમમાં પાગલ હતા અને ચોરી-છુપી રીતે મળતા હતા.

કાકીસાસુ અને જમાઈને મહિના પહેલા પરિવારે રંગેરેલીયા મનાવતા પકડી પાડયા હતા. જેના કારણે સાસરિયાઓએ જમાઈની બરાબરની ધોલાઇ પણ કરી હતી. બાદમાં જમાઈએ સમાધાન કરી ફરીવાર આવું ન થાય તે માટે પરિવારને બાંહેધરી આપી હતી. બન્ને એક જ સોસાયટીમાં રહેતા હોઈ તકનો લાભ લઇ ત્રણ દિવસથી લાપતા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.