પ્રેમીની સગાઈ કોઈ અન્ય યુવતી સાથે થતા પ્રેમિકાએ કરી લીધું અગ્નિસ્નાન- જુઓ ધ્રુજાવી દેતો LIVE વિડીયો

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ગ્વાલિયર(Gwalior)માં બોયફ્રેન્ડની બીજી જગ્યાએ સગાઈ થવાને કારણે ગુસ્સે ભરાયેલી એક વિદ્યાર્થીનીએ તેના ઘરની સામે જ પોતાના પર પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું.…

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ગ્વાલિયર(Gwalior)માં બોયફ્રેન્ડની બીજી જગ્યાએ સગાઈ થવાને કારણે ગુસ્સે ભરાયેલી એક વિદ્યાર્થીનીએ તેના ઘરની સામે જ પોતાના પર પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. SLP કોલેજ વિસ્તારમાં આગ લાગતાની સાથે જ વિદ્યાર્થીની દાઝી ગઈ હતી. આગની લપેટમાં સપડાયેલી વિદ્યાર્થીની પર પડોશીઓએ પાણી નાખીને આગ બુઝાવી દીધી હતી અને તેને હોસ્પિટલ પહોંચાડી હતી. 80 ટકા સુધી દાઝી ગયેલી વિદ્યાર્થીનીની હાલત ગંભીર છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પિન્ટો પાર્કની સૈનિક કોલોનીમાં રહેતા શિક્ષક સતેન્દ્રસિંહ ચૌહાણ ડબરામાં તૈનાત છે. તેમની 21 વર્ષની પુત્રી સૃષ્ટિ મુરારની વિજયરાજે સિંધિયા ગર્લ્સ કોલેજમાં બીએસસીના ત્રીજા વર્ષની વિદ્યાર્થીની છે. તે શુક્રવારે તેના બોયફ્રેન્ડ આશિષના ઘરે પેટ્રોલની બોટલ લઈને પહોંચી હતી. તેણે બુમ પાડીને આશિષને બહાર બોલાવ્યો, પરંતુ ઘરની બહાર કોઈ આવ્યું નહીં. અંતે યુવતીએ એસએલપી કોલેજ પાસે આશિષના ઘરની બહાર પેટ્રોલ છાંટીને પોતાની જાતને આગ ચાંપી દીધી હતી અને રોડ પર જ પડી ગઈ હતી. આગની જ્વાળાઓથી વિધાર્થીનીને ઘેરાયેલી જોઈ આસપાસના લોકોએ તેના પર પાણી નાખી આગ બુઝાવી હતી. તેઓએ તેને હોસ્પિટલ મોકલી હતી અને આ સમગ્ર ઘટના અંગે મુરાર પોલીસને જાણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીના પરિવારજનોનું કહેવું છે કે સૃષ્ટિએ 10 દિવસ પહેલા તેના બોયફ્રેન્ડ આશિષ વિશે જણાવ્યું હતું અને તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. શુક્રવારે તેને માહિતી મળી કે આશિષની ત્રણ દિવસ પહેલા સગાઈ થઈ ગઈ છે. જ્યારે સૃષ્ટિને આ વાતની ખબર પડી ત્યારે તેણે આશિષ સાથે ઝઘડો કર્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્ટુડન્ટ હાથમાં પેટ્રોલની બોટલ લઈને જોવા મળે છે. આ પછી, કોલેજની સામે જ વિધાર્થીની સળગતી નજરે ચડી. ઘટના સમયે આસપાસના લોકો લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરતા હતા.

પોલીસે નિવેદન લીધું:
એસપી અમિત સાંઘીનું કહેવું છે કે, વિદ્યાર્થિની તેના પ્રેમીની સગાઈ અન્ય જગ્યાએ થઈ જવાથી દુઃખી હતી, જેના કારણે આત્મદાહનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થિનીની ગંભીર હાલતને કારણે મૃત્યુ થઇ શકે તે પહેલા જ નિવેદન લેવું પડ્યું, મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *