પાર્કમાં બધાની સામે યુવકે પેન્ટની ચેન ખોલીને યુવતીને કહ્યું, “આને જરા…”

કર્ણાટકની રાજધાની બેંગલોરમાં શનિવારે સવારે એક યુવતી મોર્નિંગ વૉક પર નીકળી હતી. તે જ સમયે પાર્કમાં આવેલા એક યુવકે યુવતીની સામે પોતાના પેન્ટની ચેન ખોલી…

કર્ણાટકની રાજધાની બેંગલોરમાં શનિવારે સવારે એક યુવતી મોર્નિંગ વૉક પર નીકળી હતી. તે જ સમયે પાર્કમાં આવેલા એક યુવકે યુવતીની સામે પોતાના પેન્ટની ચેન ખોલી નાંખી હતી. આ ઉપરાંત તેણે યુવતીને જબરદસ્તી પોતાનો પ્રાઇવેટ પાર્ટને સ્પર્શવા કરવા પણ કહ્યુ હતું. આ મામલે યુવતીએ પોલીસસ્ટેસનમાં એફઆઇઆર પણ નોંધાવી છે.

એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી યુવતી એન્જિનિયર સવારે તળાવ પાસે મોર્નિંગ વૉક માટે ગઇ હતી. જ્યારે વૉકિંગ ટ્રેક પર પહોંચી ત્યારે એક વ્યક્તિ પહેલાંથી જ પોતાના કુતરા સાથે બેઠો હતો. જેવી યુવતી તે વ્યક્તિ પાસે પહોંચી કે તરત જ તે વ્યક્તિએ કુતરાને છોડી દીધો હતો. કુતરો પ્રેમથી યુવતી પાસે ગયો અને યુવતી પણ તેની સાથે રમવા લાગી.

આ વચ્ચે કૂતરાનો માલિક યુવતી પાસે આવ્યો અને સામે ઉભા રહીને પોતાના પેન્ટની ચેન ખોલી નાંખી. તે વ્યક્તિએ યુવતીનો હાથ પકડીને જબરદસ્તી પોતાનો પ્રાઇવેટ પાર્ટને સ્પર્શવા માટે કહ્યું. તે બાદ યુવતીએ બુમો પાડવાનું શરૂ કરી દીધું. યુવતીનો અવાજ સાંભળી યુવક ગભરાઇ ગયો અને ચેન બંધ કરીને ત્યાંથી નાસવા લાગ્યો. જો કે, મહિલાએ તુવકને કોલરથી પકડી લીધો અને તેનો ફોટો પર પાડી લીધો. આ વચ્ચે કોઇ કંઇ કરે તે પહલાં યુવક ત્યાંથી ભાગી ગયો.

ત્યાર બાદ યુવતીએ જણાવ્યું કે, આ ઘટના મારા માટે ચોંકાવનરી હતી. કેવા લોકો છે, જે યુવતીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર કરે છે. હું કુતરા સાથે રમી રહી હતી, ત્યારે તે યુવક મારી પાસે આવીને ઉભો રહી ગયો. આ દરમિયાન જ તેણે આવી ખરાબ હરકત કરી. આ બધુ એટલું જલ્દી શરૂ થયું કે, હું કંઇ સમજી જ ન શકી.

આ મામલે યુવતીએ આઇપીસીની ધારા 354 અંતર્ગત કેસ કર્યો છે. યુવતીએ જણાવ્યું કે, તેને આશા છે કે આ યુવક જલ્દી ઝડપાશે. યુવતીએ યુવકનો ફોટો પણ પોલીસને આપ્યો છે. તેણે ફેસબુક પર લોકોને અપીલ કરી છે કે, આ તળાવ પાસે ફરવા જાવ તો સાવધાન રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *