ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

યુવક કિશોરીને બાઈક પર બેસાડીને લઇ ગયો ખેતરમાં, અને…

માંડવી તાલુકાના વરેલી ગામમાં રહેતા આરોપી અનિલ જીતુ કોળી પટેલ તારીખ 28-10-2015 ના રોજ સ્કૂલેથી છૂટીને બસની રાહ જોતી પોતાના ગામની તેર વર્ષીય કિશોરી તથા તેની બહેનપણીને મોટરસાયકલ પર ગામમાં લઈ જવાની ઓફર કરી હતી. જેથી બંને બહેનપણીઓ ગામના યુવાનની પાછળની સીટ પર બેસી ગઈ હતી.પરંતુ રસ્તામાં એક ખેતર પાસે બાઈક ઉભી રાખી અનીલ પટેલે ૧૩ વર્ષીય કિશોરીને બાંધકામના ઈરાદે ખેતરમાં ખેંચી લઈ જાય બળજબરીથી તેના કપડા ઉતારી જાતિય હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે કિશોરી ભાગીને બહેનપણી પાસે દોડી જતા બચી ગઇ હતી. જેથી આરોપીએ ફરી આવું નહિ કરું એમ કહી કોઈને ન કહેવા ધમકી આપી હતી અને પોતાની સાથે બાઈક પર ગામ લઈ ગયો હતો.ત્યારબાદ જોકે કિશોરીઓ એ રડતા રડતા પોતાની માને આરોપીની કુકર્મ અંગે ખુલાસો કર્યો હતો. ત્યાર બાદ માતાએ માંડવી પોલીસમાં અનિલ પટેલ વિરુદ્ધ પોક્સો એક્ટ ના ભંગ અને કિશોરીની ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કરવાની ફરિયાદ નોંધાવી હતી.

આ બનેલા કેસમાં માંડવી પોલીસે જેલમાં પુરાયેલા આરોપી અનિલ પટેલ વિરુદ્ધ કેસની આજે અંતિમ સુનાવણી પર આવતા કોર્ટે રેકોર્ડ પર ના પુરાવા તથા સરકાર પક્ષે રહેલા વકીલ કિશોર રજૂઆતને માન્ય રાખી આરોપીને ગુનામાં દોષિત ઠેરવી ઉપરોક્ત કે જતાં દંડની સજા ફટકારી હતી. કોર્ટે આરોપી યુવકને ૩ વર્ષની કેદની સજા ફટકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: