બ્રીજ પરથી કુદીને આપઘાત કરવા જઈ રહ્યો હતો યુવાન, ભગવાન બનીને આવ્યો TRB જવાન અને પછી… – જુઓ વિડીયો

Published on: 3:52 pm, Wed, 7 April 21

સુરતમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજ રોજ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. ટેકસટાઇલ માર્કેટમાં એક યુવક બ્રિજની પાળી પર ઉભા રહી સુસાઇડ કરવાનો કોશિશ કરતો હતો.

યુવક બ્રિજની પાળી પર ઉભા રહી સુસાઇડ કરવા જઈ રહ્યો હતો. તે દરમ્યાન TRB જવાન રોહિતભાઈ અને હિતેશભાઈ તથા ભાવાભાઈ યુવકને બ્રિજની પાળી ઉપર ઉભેલો જોયો હતો. અંદાજે 35 વર્ષીય એક યુવક કાપડ માર્કેટમાં કામ કરે છે અને આ કાપડ માર્કેટ રિંગરોડ પર આવેલ છે. ત્યારે આ વિસ્તારમાં હાલમાં આવેલા ઓવર બ્રિજની પાળી પર આ યુવાન ચડીને આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

યુવકને બ્રિજની પાળી ઉપર ઉભેલો જોઇને TRB જવાન રોહિતબ ભાઈ તરત જ ત્યાં પહોચી ગયા હતા. હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, યુવક પાળી ઉપર ઉભો છે. આજે આપઘાતનો પ્રયાસ કરવા જઈ રહ્યો છે.

યુવકને આપઘાત કરતા બચાવીને TRB જવાન પોલીસ મથકે લઈ ગયા હતા. જોકે, આ યુવાની તમામ વાત સાંભળીને આર્થિક ભીંસમાં આવી જતા આ પગલું ભરવાની વાત સામે આવતા પોલીસે આ યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. યુવાનનો જીવ બચાવનાર ટીઆરબી રોહિત વિજયભાઈ અને સાગર સુરેશભાઈ અને લોકરક્ષક હિતેશભાઈની કામગીરીને લઈને પોલીસ વિભાગમાં તેમના અધિકારી દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.