પ્રથમ પતિ સાથે લગ્નજીવન ચાલુ હોવા છતાં ઠગ યુવતીએ બીજા લગ્ન કરી પડાવ્યા લાખો રૂપિયા- જાણો કેવી રીતે?

મૂળ પાદરાના લતીપુરા ના વતની અને હાલમાં સુભાનપુરા ની ગાંધી નગર સોસાયટીમાં રહેતા 66 વર્ષીય રમણભાઈ ડાહ્યાભાઈ વાઘેલાએ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, કે…

મૂળ પાદરાના લતીપુરા ના વતની અને હાલમાં સુભાનપુરા ની ગાંધી નગર સોસાયટીમાં રહેતા 66 વર્ષીય રમણભાઈ ડાહ્યાભાઈ વાઘેલાએ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, કે મારો 37 વર્ષીય પુત્ર મિતેશ ડિવોર્સી છે અને તે છેલ્લા ૧૪ દિવસથી અમેરિકામાં રહે છે. વર્ષ 2016માં તેને લગ્નની વેબસાઈટ મારફતે પ્રિયંકા અમરતલાલ પંચાલ (રહેવાસી તુલસી દર્શન એપાર્ટમેન્ટ, વાસી, નવી મુંબઈ) સાથે પરિચય થયો હતો.

જેમાં તેણે તેની માતા અને બહેન વાઘોડિયા રોડ પર ચીમન પાર્ક માં રહે છે. અને પોતે ડિવોર્સી છે, તેવું ખોટું બોલી મારા પુત્ર સાથે અત્રે નવેમ્બર 2018 માં લગ્ન કર્યા હતું. લગ્નના ચાર દિવસ પછી તે મુંબઈમાં તેના પ્રથમ પતિ જગદીશ પંચાલ અને બાળકો પાસે જતી રહી. અને તેમ છતાં તેણે 2019 સુધીમાં મિતેશ પાસેથી અમેરિકા જવાના તેમજ અંગત ખર્ચા પેટે પંદરથી વીસ લાખ પડાવ્યા હતા.

ગત માર્ચ 2019 માં પ્રિયંકાએ સુરતના ડોક્ટર વિપુલ મિસ્ત્રી સયાજીગંજ પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. અને ડોક્ટર મિસ્ત્રી એ પણ સુરતમાં તેની વિરુદ્ધ ૮૦ લાખની ખંડણી સહિતની વળતી ફરિયાદ કરી હોવાની મને જાણ થતાં મિતેશ ને એપ્રિલ 2019 માં ભારતમાં બોલાવ્યો હતો. અને મિતેશ પ્રિયંકાએ ડિવોર્સ બનાવી બંને છુટા પડ્યા હતા. જોકે ડિસેમ્બર 2019માં પ્રિયંકા ફરી અમેરિકામાં ના ઘરે ગઈ હતી, અને ડુપ્લીકેટ ચાવીથી મિતેશ ના ઘરમાં ઘૂસ્યા બાદ, તેની પર ઘરેલુ હિંસાની ફરિયાદ કરીને તેને જેલમાં પુરાવ્યો હતો.

અને કેસ પરત ખેંચવા ૨૦૦ ડોલર પડાવ્યા હતા. વડોદરામાં આવી પ્રિયંકા સામે ફરિયાદ કરવા ક્રાઈમ બ્રાંચમાં આપતા પ્રિયંકાએ મુંબઈમાં મારા પુત્ર વિરુદ્ધ બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવી છે. જેને તપાસ માટે પોલીસે મિતેશ ને મુંબઈ લઈ ગઈ છે. પ્રિયંકાએ છૂટાછેડા વિના મારા પુત્ર સાથે લગ્ન કઈ નાણાં પડાવી છેતરપિંડી કરી છે, અને આ નાણાં પાછા આપવા ન પડે તે માટે બોગસ ફરિયાદ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *