બાયું થોડી તો શરમ કરો… સક્રિય થઇ ગટરના ઢાંકણા ચોરતી લેડી ગેંગ, જુઓ ચોરીનો LIVE વિડીયો

Theft of Drain covers in Ludhiana: રાજ્ય સહિત સમગ્ર દેશમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. છાસવારે ચોરીની અનેક ઘટનાઓ સામે આવી રહી…

Theft of Drain covers in Ludhiana: રાજ્ય સહિત સમગ્ર દેશમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. છાસવારે ચોરીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે પંજાબ (Punjab)ના લુધિયાણા (Ludhiana)માંથી ચોરીની અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહી ચાર મહિલાઓ ગટરના કેપ્સ (ઢાંકણા)ની ચોરે છે.

પંજાબના લુધિયાણામાં ચોર મહિલાઓની ટોળકીનું એક જૂથ શહેરમાં ગટરના કેપ્સ (ઢાંકણા)ને પોતાનો નિશાન બનાવી રહી છે. અર્જુન દેવ નગર માંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મહિલાઓ ગલીમાંથી ગટરના ઢાંકણા કાઢીને ઓટોમાં લઈ જઈ રહી હોવાના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ચોરીની સમગ્ર ઘટનાને 4 મહિલાઓ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો જેમાંથી 2 મહિલાઓએ અગાઉ રેકી કરી હતી.

આ વિસ્તારના રહેવાસી રિંકુ સાથે વાત કરતા તેણે જણાવ્યું કે જે વ્યક્તિ મહિલાઓ સાથે આવ્યો હતો તે પોતાની ઓટો લઈને શેરી નંબર 5ની બહાર ઉભો હતો. ઓટોની નંબર પ્લેટ યોગ્ય રીતે જોઈ શકાઈ ન હતી જેના કારણે તેમની ઓળખ થઈ શકી ન હતી. વધુ વાત કરતા રિંકુએ જણાવ્યું હતું કે,  મહિલા ચોરોને પકડવા માટે લોકોએ હવે રાત્રે શેરીઓ અને મહોલ્લાઓમાં તકેદારી રાખવાનું શરૂ કરી દીધું છે.

થોડા દિવસો પહેલા શેરી નંબર 14માંથી પણ ગટરના ઢાંકણાની ચોરી થઈ હતી. લાંબા સમય સુધી ઢાંકણું ઠીક ન થવાના કારણે તેમાં પડી જતાં એક બાઇક સવારને પણ ઇજા થઇ હતી. તેમણે આ મામલે પાલિકાના અધિકારીઓ અને પોલીસને જાણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *