દુકાનદારના નાક નીચેથી દંપતીએ સેરવી લીધા 50 હજારના ઘરેણા- આંખના પલકારામાં થયેલી ચોરીના CCTV જોઈ ભાન ભૂલ્યો દુકાનદાર

Published on Trishul News at 6:40 PM, Thu, 18 May 2023

Last modified on May 18th, 2023 at 6:40 PM

Theft of jewelery from jewellers, Video Viral: ઉજ્જૈન (Ujjain) નજીક ઉનહેલમાં એક જ્વેલર્સ (jewellers) ની દુકાનમાં બે અજાણ્યા લોકોએ દુકાનદારને વાતોમાં ફસાવીને ચાંદીના દાગીનાની ચોરી (Theft of silver jewellery) કરી હતી. મળેલી માહિતી અનુસાર બંને અજાણ્યા વ્યક્તિ 50 હજારથી વધુની કિંમતના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના જ્વેલર્સની દુકાનમાં લાગેલા સીસીટીવી (CCTV) માં કેદ થઈ હતી.

સોમવારે બપોરે ઉનહેલની જૂની શાકમાર્કેટમાં આવેલી શ્રી ક્રિષ્ના જ્વેલર્સની દુકાનમાં એક મહિલા અને એક પુરુષ બાળક માટે સોનાનો કાંટો જોવા માટે પહોંચ્યા હતા. તેણે દુકાનના સંચાલક યોગેશ સોનીના પુત્ર પાસેથી અનેક પ્રકારના કાંટા જોયા.

દુકાનની અન્ય એક મહિલા ગ્રાહકે સોનાની વીંટી જોવા કહ્યું અને તે દરમિયાન અજાણ્યા આરોપીઓએ ચતુરાઈથી દુકાનદાર પાસે રાખેલી પ્લેટમાંથી ચાંદીની ચેઈન ભરેલુ બંડલ ઉપાડી તેની પાસેની પ્લાસ્ટીકની થેલીમાં મૂકી દીધું હતું. દુકાનદારને શંકા જાય તે પહેલા તેણે ચાંદી ભરેલી થેલી નજીકમાં બેઠેલી તેની સાથે મહિલાને આપી દીધી હતી અને તરત જ ત્યાંથી ભાગી ગયો.

ત્યારબાદ બંને દુકાન માંથી કાઈ પણ લીધા વગર જ દુકાન માંથીજતા રહ્યા હતા. બંનેના ગયા બાદ આરોપીઓએ 50 હજારની કિંમતની 800 ગ્રામ ચાંદી પર હાથ સાફ કર્યાનું જાણવા મળ્યું હતું. યોગેશ સોનીએ ઉનહેલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. પોલીસ સીસીટીવીના આધારે આરોપીને શોધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "દુકાનદારના નાક નીચેથી દંપતીએ સેરવી લીધા 50 હજારના ઘરેણા- આંખના પલકારામાં થયેલી ચોરીના CCTV જોઈ ભાન ભૂલ્યો દુકાનદાર"

Leave a comment

Your email address will not be published.


*