જુઓ કેવી રીતે સુરતમાં ધોળે દિવસે ઈસમો મોપેડ લઈને થયા ફરાર- ચોરીનો LIVE વિડીયો

સુરત(Surat): શહેરમાં અવાર નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. તે જોતા તો એવું લાગી રહ્યું છે કે, ચોરને કોઈ પણ જાતનો ડર રહ્યો નથી. રાત્રી…

સુરત(Surat): શહેરમાં અવાર નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. તે જોતા તો એવું લાગી રહ્યું છે કે, ચોરને કોઈ પણ જાતનો ડર રહ્યો નથી. રાત્રી દરમિયાન તો ચોરીનું સમજ્યા પણ આ ચોર હવે તો ધોળા દિવસે અને દિનદહાડે ચોરી કરી રહ્યા છે. આવો જ એક ચોરીનો બનાવ યોગીચોક(Yogichowk)ના સાવલિયા સર્કલ(Savalia Circle) નજીક સુંદરમ રેસિડેન્સી(Sundaram Residency)માં સામે આવ્યો છે.

ચોર દ્વારા સુંદરમ રેસિડેન્સીમાં પાર્કિંગ માં પાર્ક કરેલી મોપેડની ચોરી કરી ચોર ઈસમ ફરાર થઇ ગયા છે. મળતી માહિતી અનુસાર, ચોર અડધી કલાક સોસાયટીમાં ફરતો રહ્યો અને આખરે એક્ટિવા બાઇકનો લોક તોડીને મોપેડ લઈને ફરાર થઇ ગયો હતો.

ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, ચોર અડધો કલાક સુધી ચાંપતી નજર રાખે છે અને ત્યારબાદ સફળતાપુર્વક મોપેડની ચોરી કરીને ત્યાંથી ફરાર થઇ જાય છે.

હાલમાં તો આ ચોરીની ઘટના અંગે સરથાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા પણ સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *