ભારતના આ ગામમાં બધાના બે લગ્ન થાય છે.

There are two weddings in this village of India.

આ દેશમાં મોટી વિડંબના છે.એવી વાતો સાંભળવા અને જોવા મળે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે.

તમે જાણો છો આ દેશમાં એક એવું પણ ગામ છે જ્યાં સંતાન પ્રાપ્તિ માટે બે-બે લગ્ન કરવા પડે છે. આ ગામમાં રહેનારા મોટાભાગના લોકોને પ્રથમ પત્નીથી સંતાનનું સુખ નથી મળતું, તેમને બાળક માટે બીજા લગ્ન કરવા પડે છે.

અમે વાત કરી રહ્યા છે રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના દેરાસર ગામની. આ ગામમાં લગભગ 70 ઘર છે અને બધા ઘરોમાં એક પુરુષની બે પત્નીઓ છે.

હવે આને ઈશ્વરનો કોપ કહો કે કોઈ શ્રાપ જાણવું મુશ્કેલ છે. આ વાત હેરાન કરવાવાળી જરૂર છે પરંતુ સો ટકા સાચી છે.

આ ગામમાં રહેનાર મનમોહનસિંહ પોતાની પ્રથમ પત્નીને એટલો પ્રેમ કરતા હતા કે બીજા લગ્ન માટે તૈયાર ન હતા. તેમણે ૫૦ વર્ષની ઉંમર સુધી સંતાનની રાહ જોઈ પરંતુ તેમની પ્રથમ પત્નીને ગર્ભ રહેતો ન હતો.

છેલ્લે બાળકની ચાહના અને સમાજના દબાવમાં આવી મનમોહનસિંહ 50 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા અને આજે બે બાળકોના પિતા છે. ગામના સરપંચ ખોખરી લાલ ને પણ બે પત્નીઓ છે.

મુખરી લાલ ને પણ ની સંતાન પણ ની સમસ્યા હતી. બીજા લગ્ન કરતાં જ બે દીકરા અને બે દીકરીઓ ના પિતા બની ગયા. આ ગામમાં એક-બે ઘર જ એવા છે જેના બે લગ્ન નથી થયા.

ગામના સરપંચ કહે છે કે અમારા ગામમાં કોઈ દીકરી આપવા નથી માંગતો. ઘણી મુશ્કેલી બાદ ગામમાં દીકરાઓના લગ્ન થાય છે. અમે દુલ્હન લાવવા માટે સારી એવી રકમ આપીએ છીએ. વધારે લગ્નો અંદર અંદર જ થઇ જાય છે.

સંતાન પ્રાપ્તિ ની ચાહત માં અહીંયા બે લગ્ન થાય છે એટલા માટે મહિલાઓને પણ પુરુષોના બીજા લગ્નથી કોઇ આપત્તિ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Advertisements
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...