ગુજરાતના રાજકારણમાં થઈ શકે છે મોટી ઉથલપાથલ, પ્રદિપસિંહ જાડેજા તાબડતોડ પહોંચ્યા દિલ્હી

ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના સંકેતો સામે આવી રહ્યા છે. સરકાર અને સંગઠનમાં તાલમેલના અભાવ વચ્ચે સ્થાનિક ધારાસભ્યોનું બ્યૂરોક્રસી કામગીરી કરતી ન હોવાના બળાપા વચ્ચે…

ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના સંકેતો સામે આવી રહ્યા છે. સરકાર અને સંગઠનમાં તાલમેલના અભાવ વચ્ચે સ્થાનિક ધારાસભ્યોનું બ્યૂરોક્રસી કામગીરી કરતી ન હોવાના બળાપા વચ્ચે ભાજપના નેતાઓમાં સખત નારાજગી જોવા મળી રહી છે. ભાજપમાં હવે ધીમેધીમે વિખવાદ વધી રહ્યો છે. શિસ્ત બદ્ધ ગણાતી પાર્ટીમાં ગઈકાલે જ જાહેરમાં ભવાડાં જોવા મળ્યા છે. સાવલીના ધારાસભ્યે રાજીનામુ આપી દેતાં હાઈ કમાન્ડ સુધી પડઘા પડ્યા છે. આ બાજુ હાલમાં પ્રદેશમાં પણ મોટા ફેરફાર થઈ રહ્યાં છે ત્યારે બીજી બાજુ દિલ્હી બેઠેલા ભાજપના નેતાઓ ગુજરાતમાં મોટા ફેરફારો કરે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

ગૃહ રાજ્યમંત્રીને હાઈ કમાન્ડનું તેડું

ગઈકાલે સાંજે 6.30 વાગે પ્રદીપસિંહ જાડેજા દિલ્હી ગયા હતા. સંગઠન સહ રચના અને રાજ્યમાં ભાજપની કફોડી સ્થિતિ વચ્ચે પ્રદીપસિંહ જાડેજા દિલ્હી દરબારમાં હાજર થયા હતા. રાજ્યની રાજકીય સ્થિતિ અને સંગઠન સહ રચનાને લઈને હાઈ કમાન્ડે કરી પ્રદીપસિંહ જાડેજા સાથે ચર્ચા કરી હતી. પ્રદેશ ભાજપ અને સરકારમાં મોટી ઉથલ પાથલના સંકેત મળી રહ્યા છે.

ભાજપના કેતન ઇનામદારના રાજીનામાથી સર્જાયેલી કફોડી સ્થિતી વચ્ચે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યુ છે. પ્રદેશ ભાજપ અને સરકારમાં મોટી ઉથલ પાથલના સંકેત મળી રહ્યા છે. ગઈકાલે પ્રદીપસિંહ જાડેજા દિલ્હી પહોંચ્યા છે. સંગઠન સહ રચના અને રાજ્યમાં ભાજપની કફોડી સ્થિતિ વચ્ચે પ્રદીપસિંહ જાડેજા દિલ્હી દરબારમાં પહોંચતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. રાજ્યની રાજકીય સ્થિતિ અને સંગઠન સહરચનાને લઈને હાઈ કમાંડે પ્રદીપસિંહ જાડેજા સાથે ચર્ચા કરી છે.

 

તો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આજે સાવલી જાય તેની શક્યતા ધૂંધળી બની છે. બીજી તરફ કેતન ઇનામદાર આજે ગાંધીનગર આવે તેવી પણ શક્યતા છે. આજે સવારે તેમના નિવાસસ્થાને ગાંધીનગર સિવિલની એમ્બ્યૂલન્સ પહોંચી હતી. જો કે જીતુ વાઘાણીની તબિયત લથડી હોવાના અહેવાલને તેઓ ફગાવ્યા હતા. તેમની રૂટીન ફિજિયોથેરાપી માટે એમ્બ્યૂલન્સ આવ્યાનું જણાવ્યું હતું.

કેતનના કારણે ભાજપમાં ભડકો

ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ આપ્યાની વાત બાદ ભાજપમાં ભડકો થયો. આ સમગ્ર મામલો પ્રદેશ પ્રમુખ, ગૃહ મંત્રી, ભૂપેન્દ્ર ચુડાસમા અને સાંસદ સુધી રાજીનામાની વાત પહોંચ્યા બાદ કેતન ઇનામદારે મોડી રાત્રે પ્રેસ સંબોધી જેમાં તેઓએ કહ્યું કે, મે રાજીનામાના કારણો આપ્યા છે જેમાં પ્રદેશ અધ્યક્ષે હૈયાધારણા આપી હોવાની વાત પણ કરી. આ સાથે કેતન ઇનામદારે કહ્યું કે, વર્ષ 2014-15ના તાલુકાના કામો બાકી છે. આ સાથે તેઓએ કહ્યું કે ઉચ્ચ અધિકારીઓ પ્રજાના પ્રશ્નોમાં આડખીલીરૂપ બનશે તો કડક કાર્યવાહી કરાશે. આ સાથે તેઓએ સૌરભ પટેલ સામે આક્ષેપ કરતા કહ્યું કે, તેઓએ મને યોગ્ય જવાબ ન આપતા મને દુખ થયું હતું.

કેતન ઈનામદારે બીજી વાર આપ્યુ રાજીનામું 

રાજયના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પ્રજાલક્ષી કામો પ્રત્યે વહીવટી સંકલન રાખતા નથી એ ઉદાસીનતા દાખવે છે. એમ કહીને રાજીનામા પત્રમાં ધારાસભ્યે જણાવ્યું છે કે, પ્રજાલક્ષી કામોની અવગણના થતા પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્યના પદની ગરિમા અને સન્માન જળવાતુ નથી, તેમ કહી બળાપો ઠાલવ્યો હતો. તેઓ અગાઉ પણ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામુ આપી ચૂક્યા છે આજે ફરીથી રાજીનામુ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *