ભારતમાં કોરોના વાયરસથી લોકોએ ગભરાવાની જરૂર નથી, અહીંયા ટેસ્ટીંગ નેટવર્ક તૈયાર

There is no need for people to be intimidated by the corona virus in India, a testing network set up here

કોરોના વાઈરસને લઈને ભારત સરકારે પોતાની કમર કસી લીધી છે. હવે દેશભરમાં આવેલી તમામ પ્રયોગશાળાઓ ને આઈસીએમઆર મુખ્યાલય સાથે સીધી જોડી દેવામાં આવી છે. કોરોના વાયરસથી સંભવિત રોગીઓની તપાસ કરી રહેલ આ પ્રયોગશાળાઓના અધિકારીઓ પાસેથી રોજના રોગીઓ અને રીઝલ્ટ ને લઈને આખો અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.સાથે જ તે તમામથી કોરોના વાયરસની તપાસ સંબંધિત તમામ વિષયો પર રોજ ચર્ચા કરવામાં આવી રહી છે.

આઈસીએમઆરના સ્થાનીય નિર્દેશક ડો રજનીકાંત શ્રીવાસ્તવે ન્યુઝ એજન્સી સાથે વાત કરતાં કહ્યું કે દેશભરમાં પ્રયોગશાળામાં અમારું આખું નેટવર્ક છે. દેશ આખામાં ફેલાયેલી આ પ્રયોગ શાળા અંતર્ગત આ વાયરસના સંક્રમણની સંબંધિત પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે આ વાયરસની રોક અને ઝડપથી તેની તપાસ કરવા માટે દેશભરમાં પ્રયોગશાળાનું પૂરું નેટવર્ક તૈયાર કરવામાં આવી ચુક્યું છે. રાષ્ટ્રીય સ્તર પર વાયરસની તપાસ,રોગીઓના ઇલાજ અને પ્રયોગશાળાઓ ની કાર્યપ્રણાલી સારી અને વ્યવસ્થિત બનાવવા માટે દેશભરમાં ફેલાયેલી આ સંસ્થાઓના વચ્ચે તાલમેલ બનાવવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિવિધ સંસ્થાઓ વચ્ચે તાલમેલ બેસાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

તેમણે આગળ કહ્યું કે વ્યવસ્થિત કન્વર્ઝેશન કરવા માટે તમામ પ્રયોગશાળાઓને કેન્દ્રીયકૃત કરવામાં આવી છે. દેશભરમાં કોરોના વાયરસ સામે લડવા માટે વિભિન્ન મંત્રાલય એક સાથે મળી કામ કરી રહ્યા છે.ભારત સરકારના અલગ-અલગ વિભાગો વચ્ચે સૂચના અને જાણકારીનો કોઈ અભાવ ન રહે તે માટે મંત્રીઓ તમામ વિભાગોની તપાસ કરી રહ્યા છે.

કોરોના વાયરસના 1400 કેસની તપાસ દરરોજ કરવામાં આવી શકે છે. દેશભરમાં કોરોના વાયરસની સંખ્યામાં થઇ રહેલા વધારાને નજરમાં રાખતાં આઈસીએમઆરએ પોતાની પ્રયોગશાળા ની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે.

આઈસીએમઆરના મહાનિર્દેશક ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યું કે હાલ દેશમાં 72 પ્રયોગશાળાઓમાં કોરોના વાયરસની તપાસ કરવામાં આવી રહી છે. 19 માર્ચથી 49 બીજી વધારે પ્રયોગશાળાઓને તેમાં સામેલ કરવામાં આવશે.ડોક્ટર બલરામ ભાર્ગવના અનુસાર આ વાયરસની તપાસ માટે ટૂંક સમયમાં ખાનગી પ્રયોગશાળાઓને પણ શામેલ કરવામાં આવી શકે છે.

કોરોના વાયરસનું સંક્રમણ ભારતમાં હજુ બીજા સ્તર પર છે.આ આગળના સ્તર પર ન પહોંચે અને વધારે થી વધારે લોકોને આ બીમારીમાંથી બચાવી શકાય તેના માટે ડોક્ટર રજનીકાંત શ્રીવાસ્તવે લોકોને કહ્યું છે કે, “બચાવ જ આ બીમારીનો સૌથી સારો ઉપાય છે. ભીડભાડવાળા સ્થળો પર જવાથી બચો. આવા સ્થળો કે લોકોના સમૂહથી અંતર બનાવીને રાખો.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: