આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂ

હાલમાં કોરોનાનો વ્યાપ સમગ્ર રાજ્ય સહિત દેશમાં વધતો જે રહ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કર્ફ્યૂ તથા રાજ્યની કોરોનાની પરિસ્થિતિ…

હાલમાં કોરોનાનો વ્યાપ સમગ્ર રાજ્ય સહિત દેશમાં વધતો જે રહ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કર્ફ્યૂ તથા રાજ્યની કોરોનાની પરિસ્થિતિ અંગે નીતિન પેટેલ દ્વારા જાણકારી આપવામાં આવી છે. મુખ્યમંત્રીની ઉપ્સ્તીથીમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આવતીકાલથી સુરત, વડોદરા તથા રાજકોટમાં પણ રાત્રીના 9 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ હોવાનું જણાવવામાં આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે, નાગરિકોએ સહેજ પણ ડરવાની જરૂર નથી. આજથી રાત્રીના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. તેની ચર્ચા કરવામાં આવી છે. આની માટે ગૃહ વિભાગના નોટિફિકેશન તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડ ખાલી નથી તે વાત તદ્દન ખોટી છે.

સુરત, વડોદરા, રાજકોટની સ્થિતિ અંગે કરવામાં આવી ચર્ચા :
નીતિન પટેલે કહ્યું હતું કે, અમદાવાદની પદ્ધતિ મુજબ જ સુરત, વડોદરા તથા રાજકોટમાં પણ આગોતરા પગલા તરીકે સાવચેતીના ભાગરૂપે આ ત્રણ શહેરોમાં કેસનો વધારો ન થયો હોવા છતાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગઇકાલે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા કુલ 1,340 હતી. હાલમાં કુલ 1,420 થઇ ગઈ છે. મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. મહદઅંશે કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યાં છીએ.

1200 બેડની હોસ્પિટલમાં નવા કુલ 120 બેડ ઉમેરવામાં આવશે :
1,200 બેડની હોસ્પિટલમાં કુલ 971 દર્દી દાખલ છે. કુલ 1200 બેડની હોસ્પિટલમાં હજુ કુલ 60 ICU બેડ ખાલી છે. કુલ 1200 બેડની હોસ્પિટલમાં નવા કુલ 120 બેડ ઉમેરવામાં આવશે. હાલમાં કુલ 400 આઇસોલેશન વોર્ડ તથા ICUના કુલ 50 બેડ છે. સોલા સિવિલમાં કોરોનાના કુલ 270 દર્દીઓ સારવાર હેઠળ છે. ગાંધિનગર સિવિલમાં પણ કુલ 230 નોન ક્રિટિકલ દર્દી સારવાર હેઠળ છે.

અમદાવાદમાં કુલ 57 કલાક સુધી કર્ફ્યૂ :
અમદાવાદમાં કુલ 112 દિવસ બાદ 20 તારીખથી રાતે 9 વાગ્યાથી લઈને 23 તારીખ સુધી સવારનાં 6 વાગ્યા સુધી કુલ 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ સોમવારથી રાત્રે 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી દરરોજ કર્ફ્યૂનો અમલ ચાલુ રહેશે.

આ દરમિયાન ફક્ત દૂધ, દવા અને જરૂરી ચીજવસ્તુ જ મળશે બાકી તમામ દુકાનો બંધ રહેશે. પહેલા અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તાએ સાંજે 5:30 વાગ્યે રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી તેમજ રાત્રે 10 વાગ્યે કુલ 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી.

જેને પરિણામે અમદાવાદની સ્થિતિ વણસી હોય તેવા સ્પષ્ટ એંધાણ છે. વેકેશન દરમિયાન બહાર ગયેલ લોકો શુક્રવારે શહેરમાં પાછા આવવા માટે ધસારો કરશે. આની ઉપરાંત શનિ-રવિ દરમિયાન સંપૂર્ણપણે વાહનવ્યવહાર પણ બંધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *