અમદાવાદમાં રોડ શો દરમિયાન PM મોદીની સુરક્ષામાં થઇ હતી મોટી ચૂક- કોઈને નથી ખબર શું થયું હતું? જુઓ વિડીયો

બે દિવસ પૂર્વે જ પ્રધાનમંત્રી મોદી (Prime Minister Modi) ગુજરાત (Gujarat) ના પ્રવાસે આવ્યા હતા. તે દરમિયાન PM મોદીની ઉપસ્થિતીમાં ઘણા કાર્યક્રમો થયા હતા. જેમાંનો…

બે દિવસ પૂર્વે જ પ્રધાનમંત્રી મોદી (Prime Minister Modi) ગુજરાત (Gujarat) ના પ્રવાસે આવ્યા હતા. તે દરમિયાન PM મોદીની ઉપસ્થિતીમાં ઘણા કાર્યક્રમો થયા હતા. જેમાંનો એક હતો ‘રોડ શો’. રોડ શો દરમિયાન અચાનક, પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં મોટી ચૂક થઇ ગઇ હતી. અત્યાર સુધી કોઈને જાણ નથી કે પ્રધાનમંત્રીના આ રોડ શો દરમિયાન કેટલી મોટી દુઘર્ટના ટળી હતી.

એક તરફ રોડ શો દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ જનતાને મળી રહ્યા હતા, તે દરમિયાન પ્રધાનમંત્રીના કાફલાથી નાની એવી ચૂક થઇ ગઇ હતી અને, પ્રધાનમંત્રી મોદીની જીપ આગળ એક ગાય દોડતી દોડતી આવી પહોંચી હતી.

હાલ સોશિયલ મીડિયામાં, આ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક તરફ લોકોની ભીડ ઉભી છે, અને બીજી બાજુ પ્રધાનમંત્રી મોદી અને મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ જીપમાં સવાર થઈને આવી રહ્યા હતા. તે દરમિયાન જ પ્રધાનમંત્રી મોદી ના કાફલા વચ્ચે થઈને, એક ગાય દોડતી દોડતી રોડ વચ્ચે ઘૂસી આવે છે. આના કારણે, પ્રધાનમંત્રીની જીપને પણ ધીરી પાડવી પડી હતી. જોકે, કોઇ મોટી દુર્ઘટના સર્જાઈ નથી.

આવું પહેલીવાર નથી, પંજાબમાં બનેલી ઘટનાએ દેશભરમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો હતો. આવું ઉત્તરપ્રદેશમાં પણ એક વાર બન્યું હતું. કે જેમાં, રોડ શો દરમિયાન એક ગાય આવી જ રીતે પ્રધાનમંત્રી મોદીના કાફલા આગળ ઘુસી હતી. ત્યારે ગુજરાતમાં પણ આવું બનતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *