આગનો સિલસિલો ચાલુ: આજે ફરી સેલવાસમાં લાગી ભીષણ આગ, જાણો વધુ

કેન્દ્ર સાશિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે આવેલી પ્લાસ્ટીકની વસ્તુઓ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી…

કેન્દ્ર સાશિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે આવેલી પ્લાસ્ટીકની વસ્તુઓ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ત્રણથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ લેવાની કામગીરી હાથ ધરી છે.

આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ

મળતી માહિતી અનુસાર, દાદરા નગર હવેલીના સેલવાસના રખોલી ખાતે હેમિલ્ટન કંપની આવેલી છે. કંપનીમાં આજે અચાનક આગ લાગી ગઈ હતી. જોકે, આગે ધીમે ધીમે કંપનીના મોટાભાગનો હિસ્સો ઝપેટમાં લઇ લીધો હતો.

સમય સુચકતા વાપરીને કંપનીમાં કામ કરતા કારીગરો બહાર નીકલી ગયા હતા. જેથી આગમાં કોઇ જાનહાનિ અહેવાલ મળ્યા નથી. બીજી તરફ આગ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની 3થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

સ્થળ ઉપર પહોંચીને ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુમાં લેવાની કામગીરી હાથધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *