ભારતમાં મે મહિનામાં કોરોનાના 13 લાખ કેસો હશે, જાણો કોણે કહ્યું

કોરોના વાઇરસનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. ચીનમાંથી ફેલાયેલો વાયરસ ભારત સહિત ઘણા દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં પણ આ વાયરસથી પીડિત દર્દીઓની…

કોરોના વાઇરસનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. ચીનમાંથી ફેલાયેલો વાયરસ ભારત સહિત ઘણા દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં પણ આ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. એવામાંકોરોના વાયરસથી સતત વધતા સંક્રમણને ધ્યાનમાં લઈને મંગળવારે પ્રધાનમંત્રી મોદીએ સંપૂર્ણ દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે અને દેશવાસીઓને અપીલ કરતા કહ્યું છે કે આગળના 21 દિવસ સુધી પોતાના ઘરમાંથી બહાર ના નીકળવું.

ભારતમાં 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન પણ જાહેર કરાયું છે. ભારત સરકાર કોરોના ના વ્યાપને ત્રીજા સ્ટેજમાં પહોંચતો રોકવા માટે શક્ય હોય તેટલા તમામ પ્રયત્નો કરી રહી છે. આ બધાની વચ્ચે વૈજ્ઞાનિકોએ આશંકા જાહેર કરી છે કે, જો દેશમાં અત્યારે જે ઝડપે કેસ વધી રહ્યા છે તે ઝડપ યથાવત રહી તો મે મહિનાના બીજા સપ્તાહ સુધીમાં દેશમાં 13 લાખ લોકો કોરોના પોઝિટિવ હશે.

ભારતમાં કોરોનાનો અભ્યાસ કરનારા સંશોધકોનું માનવું છે કે, ભારતમાં કોરાના દર્દીના ટેસ્ટનો રેટ બહુ ઓછો છે. શક્ય છે કે, ટેસ્ટ કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો સામે આવી રહ્યા નથી. બીજી તરફ હજી સુધી કોરોના માટે કોઈ રસી બજારમાં આવી નથી. આ સંજોગોમાં ભારતમાં કોરોના જો ત્રીજા સ્ટેજ પર પહોંચ્યો તો વિનાશકારી પરિણામો આવશે.

આ રિસર્ચ ગ્રૂપના કહેવા પ્રમાણે ભારતમાં કોરોનાનો વ્યાપ અમેરિકાની પેટર્નથી થઈ રહ્યો છે. જ્યાં પહેલાં કોરોના ધીમે ધીમે પ્રસર્યો હતો અને અચાનક જ કેસો ઝડપભેર વધવા માંડ્યા હતા. અમે જે અંદાજ મુક્યો છે તે ભારતમાં શરુઆતના તબક્કામાં જે આંકડા સામે આવ્યા છે તેના આધારે મુક્યો છે. બીજી તરફ ભારતની હેલ્થકેર સિસ્ટમ આ મહામારી જો વધારે ફેલાય તો લડવા માટે તૈયાર નથી. કારણ કે ભારતમાં દર 1000 લોકોએ હોસ્પિટલના બેડની સંખ્યા માત્ર 0.7 છે. જ્યારે દક્ષિણ કોરિયામાં 11.5 બેડ, ચીનમાં 4.2 બેડ, ઈટાલીમાં 3.4 બેડ, ફ્રાંસમાં દર 100 પર 6.5 બેડની છે.

સુરત, વડોદરા, અમદાવામાં વધુ એક-એક પોઝીટીવ CORONA કેસ, ગુજરાતમાં 2 મોત, ગુજરાતની સ્થિતિ જાણવા માટે અહીં કલીક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *