ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

મુખ્યમંત્રી પર થોડા સમયમાં જ આતંકી હુમલો થશે, જાણો કોણે કહ્યું?

The chief minister will soon have a terror attack, who knows?

ઉત્તરપ્રદેશના ગોરખનાથ મંદિરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આતંકવાદીઓ પત્રકાર બની હુમલો કરી શકે છે. ગુપ્તચર એજન્સીઓએ આતંકી હુમલાનું અલર્ટ આપ્યું છે. એજન્સી દ્વારા મળેલી માહિતી બાદ મંદિરની સુરક્ષા સઘન કરવામાં આવી છે અને મંદિરની આસપાસ સશસ્ત્ર દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

હવે મંદિરની સુરક્ષા તો વધારી છે સાથે સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીના કાર્યક્રમમાં એ જ હાજરી આપશે, કે જેની પાસે પોલીસ પ્રમાણીત પ્રમાણપત્ર હશે. તે માટે શહેરના પત્રકારોની એલઆઈયુ તપાસ બાદ તેઓના પ્રમાણ પત્રો બનાવવામાં આવશે.

ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ આપતા કહ્યું છે કે આતંકીઓ પત્રકારીના વેશમાં આવી શકે છે. પત્રકારના સ્વાંગમાં આવી આતંકીઓ હુમલો કરી શકે છે. હુમલાના ખતરાને લઈને મંદિરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. CMનાં કાર્યક્રમનાં કવરેજ માટે એજ પત્રકારો પ્રવેશ કરી શકશે. જેમની પાસે પોલીસ દ્વારા જાહેર કરાયેલા ઓળખપત્ર હશે. તે માટે શહેરના પત્રકારોની એલઆઈયુ તપાસ બાદ તેઓના પ્રમાણ પત્રો બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ગોરખનાથ મંદિરમાં પત્રકોરોને ખૂબજ સરળતાથી મળે છે. જેનો એતંકવાદીઓ લાભ લઈ શકે છે. જોકે પોલીસ અને પ્રશાસન વિભાગે ગુપ્તચર એજન્સીઓના એલર્ટને ગંભીરતાથી લીધું હતું અને પત્રકારોના ફોટોવાળા ઓળખપત્રો તૈયાર કરાવ્યા છે જે ટૂંક સમયમાં અધિકૃત પત્રકારોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. તેમજ કેમ યોગીની હત્યાનું કાવતરુ રચવામાં આવી રહ્યું છે તે અંગે તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી પર ભૂતકાળમાં અનેક વાર આતંકી હુમલા કરી તેમની હત્યાનું કાવતરુ ઘડાયુ હોવાનું ગુપ્તચર એજન્સીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: