જો વોટ્સઅપ પર આવી કોઇ ક્લીપ શેર કરી તો સીધા સાત વર્ષ માટે જેલમાં

0
477

વોટ્સએપમાંથી ચાઇલ્ડ પોનોગ્રાફી રોકવા માટે ભારત સરકારે એક નવો કાયદો બનાવ્યો છે. વોટ્સએપ ગ્રૂપમાં ચાઇલ્ડ પોનોગ્રાફી ઝડપથી શેર કરવામાં આવી રહ્યા છે. અને તે સમસ્યા ખાસ્સી ગંભીર છે.

રિપોર્ટ અનુસાર સરકારે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ કે માં થોડુ ઘણું સંશોધન કરવાની તૈયારી કરી છે.

આ સંશોધનમાં એક પ્રાવધાન તે પણ છે કે જો કોઇ ઇંસ્ટન્ટ મેસેજિંગ એપ પર ચાઇલ્ડ પોનોગ્રાફીના ક્લીપ્સ સેંડ કરે છે. તો તેને સાત વર્ષ સુધીની જેલ થઇ શકે છે. અને તે માટે કોઇ પણ જામીન પણ આપવામાં આવશે નહિ. એટલેકે તે બીનજામીન પાત્ર ગુનો બનશે.

પ્રસ્તાવિક કાયદા અંતર્ગત તમામ યૂઝર્સ માટે તે અનિવાર્ય હશે કે, જો તેની પાસે કોઇ ચાઇલ્ડ પોનોગ્રાફી ક્લિપ આવે છે તો તેને તે ઓથોરીટીને રિપોર્ટ કરશે. જો યુઝર તેમ નથી કરતો તો તેના માટે પણ ભારે પેનલ્ટી આપવાની રહેશે.

TOIના એક રિપોર્ટ અનુસાર એક્ટમાં કરવામાં આવેલ ફેરફાર હાલમાં કાયદા મંત્રાલય અને મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયના અપ્રૂવની રાહ જોવામાં છે. રિપોર્ટ અનુસાર અઠવાડિયામાં બંને મંત્રાલયમાંથી અપ્રૂવ થઇ તે કેબીનેટ પાસે જશે.

રિપોર્ટ અનુસાર સંશોધનમાં કહેવામાં આવેલ છે કે કોઇ પણ વોટ્સએપ પર શેર કરવા માટે જો ચાઇલ્ડ પોનોગ્રાફી પોતાના ડિવાઇસમાં સ્ટોર કરે છે.

ખાસ કરીને કોમર્શીયલ યુઝ માટે તો તેને ત્રણ વર્ષની સજા કરવામાં આવી શકે છે. જોકે આ સંશોધનમાં ચાઇલ્ડ પોનોગ્રાફી રિસીવ કરનાર યુઝરની સજા વિષે કશું લખવામાં આવ્યું નથી. પરંતુ તેને રિપોર્ટ કરવું અનિવાર્ય હશે અને તેને ડિલીટ કરવાનું રહેશે.

નોંધનીય છે કે ભારતમાં સૌથી વધુ વોટ્સએપ યુઝર્સ છે. અને હાલના સમયમાં ફેક ન્યૂઝ જલ્દી જ ફેલાવવામાં આવે છે. તેને રોકવાની વાત પણ ચાલી રહી છે. પરંતુ હાલ સુધીમાં કોઇ પણ તેવા નિર્ણય પર કંપની નથી પહોંચી શકી કે ન તો સરકાર પહોંચી છે. વોટ્સએપએ ભારતમાં પહેલી વાર વોટ્સએપ હેડને પુન: સ્થાપિત કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here