લોકડાઉનમાં મફતના ભાવે મળી રહ્યા છે આ મોંઘા સ્માર્ટફોન્સ, આવો મોકો ફરી ક્યારેય નહિ મળે…

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે લોકો સુરક્ષિત રહે અને કોરોનાથી બચી શકે. હાલના સમયમાં ઘરમાં કેદ થયેલા લોકોનો…

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે લોકો સુરક્ષિત રહે અને કોરોનાથી બચી શકે. હાલના સમયમાં ઘરમાં કેદ થયેલા લોકોનો સુખ દુખનો સાથી બીજું કોઈ નહિ પણ તેનો સ્માર્ટફોન છે. કહેવાય છે કે ફોન પાસે હોય એટલે ભલભલો સમય પણ પસાર થઇ જાય.

જો કે સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીને રાહત આપવા માટે ભારત સરકારે ગ્રીન અને ઓરેન્જ ઝોનમા ડિલિવરીની સેવાને મંજૂરી આપી છે. જેથી સ્માર્ટફોનનું વેચાણ શરૂ કરી શકાશે. હવે આવા સમય વચ્ચે જ vivo અને Samsung જેવી મોબાઈલની મોટી કંપનીઓએ પોતાના સિલેક્ટેડ સ્માર્ટફોન્સની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે. તો આજે અમે તમને આ જ કંપનીઓના ધાંસૂ સ્માર્ટફોન્સ વિશે જણાવીશું, જેને તમે ઓછી કિંમતે ખરીદી શકશો.

OnePlus 7T Pro

OnePlusના આ સ્માર્ટફોનના 8 જીબી રેમ વાળા સ્ટોરેજ વેરિએન્ટની કિંમતમાં એકસાથે 6 હજાર રૂપિયાની કિંમતનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આ સ્માર્ટફોનન પહેલાના ભાવ કરતા 47,999 રૂપિયામાં ખરીદી શકાશે. તમે તેને ઇકોમર્સ વેબસાઇટ એમેઝોન અને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી શકો છો. આ સ્માર્ટફોનના ફીચર્સની વાત કરીએ તો કંપનીએ આ ફોનમાં 6.67 ઇંચની ફુલ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રેઝોલ્યુશન 3120×1440 પિક્સલ છે. સાથે જ સ્ક્રીનના પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3Dનો સપોર્ટ મળ્યો છે. સાથે-સાથે ખુબ સારા પરફોર્મન્સ માટે આ ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 855 પ્લસ ચિપસેટ આપવામાં આવી છે. તો અત્યાર સુધીના મોબાઇલમાં આ કિંમતે આ ખુબ સારો ફોન સાબિત થયો છે.

iQOO 3

iQOO સ્માર્ટફોન નિર્માતા કંપની આઇકૂએ લેટેસ્ટ સ્માર્ટફોન આઇકૂની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. 4 હજાર રૂપિયાના ઘટાડા બાદ આઇકૂના 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ ધરાવતા વેરિએન્ટની કિંમત માત્ર 34,990 રૂપિયા છે. આ વેરિએન્ટની પહેલાની કિંમત 38,990 રૂપિયા હતી. સાથે-સાથે આ સ્માર્ટફોનના 8 GB રેમ અને 256 GB સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમતમાં પણ 4 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આ સ્માર્ટફોનને તમે 41,990 રૂપિયાના બદલે 37,990 રૂપિયામાં મેળવી શકો છો. સાથે-સાથે જ આ સ્માર્ટફોનના 12 GB રેમ અને 256 GB સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમતમાં 2000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ 5 G વેરિએન્ટને 46,990 રૂપિયાના બદલે 44,990 રૂપિયામાં ખરીદી શકાશે. ખુબ મોટી રેમ અને સ્ટોરેજ ધરાવતો આ ફોન પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Samsung Galaxy M21

સેમસંગે ફરી એકવાર પોતાના Samsung Galaxy M21ની કિંમતમાં ઘટાડો કર્યો છે. Samsung Galaxy M21ને હવે 12,699 રૂપિયાની શરૂઆતની કિંમતે ખરીદી શકાશે. જ્યારે પહેલા આ સ્માર્ટફોનની કિંમત 13,119 રૂપિયા હતી. ફિચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.4 ઇંચની ફુલ એચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે છે. જેનું રેઝોલ્યુશન 1080×2340 પિક્સલ છે. ફોનમાં ગોરિલ્લા ગ્લાસ 3નું પ્રોટેક્શન મળશે. આ ઉપરાંત ગેલેક્સી એમ21માં Exynos 9611 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે માલી G-72 MP3 GPU મળશે.

Vivo S1

Vivo કંપનીએ હાલમાં જ Vivo S1 સ્માર્ટફોનની કિંમતની માત્રા ઘટાડી દીધી હતી. હવે આ સ્માર્ટફોનના 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ વાળા વેરિએન્ટને 17,990 રૂપિયાના બદલે 16,990 રૂપિયામાં જ મેળવી શકો છો. સાથે-સાથે Vivo S1 સ્માર્ટફોનના 6 GB રેમ અને 64 GB સ્ટોરેજ વાળા વેરિએન્ટને 17,990 રૂપિયા અને 6 GB રેમ તથા 128 GB સ્ટોરેજ વાળા વેરિએન્ટને 19,990 રૂપિયાની કિંમત સાથે ઉપલબ્ધ છે. બીજી બાજુ આ સ્માર્ટફોનમાં 6.38 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે, મીડિયાટેક હીલિયો P 65 પ્રોસેસર અને ત્રણ કેમેરાનો સપોર્ટ આપવામાં આવ્યો છે. મધ્યમવર્ગના લોકોમાં આ ફોન પણ ખુબ ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *