સરકારે બેંકમાં આપેલા 500 રૂપિયા ઉપાડવા જવા મહિલાઓને મોંઘા પડ્યા, બધાને ભરવા પડ્યા 10000

કોરોના વાયરસને નાથવા દેશ આખામાં લોકડાઉન છે. આ સ્થિતિમાં ગરીબ મહિલાઓના જનધન ખાતાઓમાં કેન્દ્ર સરકાર 500-500 રૂપિયા 3 મહિના સુધી નાખવાની છે. મધ્ય પ્રદેશના ભિંડ…

કોરોના વાયરસને નાથવા દેશ આખામાં લોકડાઉન છે. આ સ્થિતિમાં ગરીબ મહિલાઓના જનધન ખાતાઓમાં કેન્દ્ર સરકાર 500-500 રૂપિયા 3 મહિના સુધી નાખવાની છે. મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં ગરીબ મહિલાઓને વડાપ્રધાન જનધન યોજનાથી 500 રૂપિયા લેવા મોંઘા પડી ગયા. પોલીસે સોશિયલ ડિસ્ટેન્સિંગનું ઉલ્લંઘન કરવા પર 39 ગરીબ મહિલાઓને જેલમાં બંધ કરી દીધી હતા.

આટલે જ ના અટકતા, પોલીસે મહિલાઓ પર ધારા 151 હેઠળ કાર્યવાહી પણ કરી. જોકે, આ મહિલાઓને ચાર કલાક જેલમાં રહેવું પડ્યું હતું. આ મહિલાઓને 10-10 હજાર રૂપિયાના બોન્ડ પર એસડીએમ કોર્ટથી જમાનત મળવા પર છોડવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન પોલીસની પણ બેદરકારી સામે આવી અને પોલીસે પોતે પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કર્યું ન હતુ.

બીજાને સોશિયલ ડિસ્ટેન્સિગનું પાલન કરાવનાર પોલીસે કાર્યવાહી કરતા 39 મહિલાઓને એક જ વાહનમાં ભરીને કસ્ટડીમાં લઇ ગઇ હતી. તે પછી મહિલાઓને અસ્થાયી રૂપે જેલમાં બંધ કરી દેવામાં આવી હતી.

કોરોના વાયરસને રોકવા માટે લગાવવામાં આવેલ લોકડાઉનના કારણે લોકોનું કામકાજ ઠપ થઇ ગયું છે અને ગરીબોને ખાવાની ફાંફા પડી રહ્યાં છે. જેના કારણે સરકારે ગરીબ લોકોના ખાતામાં 500 રૂપિયા નાખ્યા હતા, જેને ઉપાડવા માટે બેંક બહાર લાબી લાઈન લાગી હતી.

જ્યારે લોકડાઉનના ઉલ્લંઘનની જાણકારી પોલીસને લાગી તો તેમને તાત્કાલિક એક્શન લેતા મહિલાઓ પર કાર્યવાહી કરી હતી. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ પહેલા મહિલાઓને સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવાનું સમજાવ્યું હતુ પરંતુ મહિલાઓ દ્વારા તેમાં વારંવાર ચૂક થઇ જતી હતી. પાછળથી પોલીસે બધી જ મહિલાઓને કસ્ટડીમાં લઇ લીધી હતી.

જોકે, જે નિયમના ઉલ્લંઘન ઉપર પોલીસે કાર્યવાહી કરી હતી, તે નિયમને પોતે પોલીસે પણ ફોલો કર્યો નહતો. આમ સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમને એળે મૂકીને એક જ વાનમાં ઘેટા-બકારની જેમ ભરીને મહિલાઓને લઇ જવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *