ખાદ્યતેલ અડધી કિંમતે… ગુજરાત સરકાર દ્વારા આ લોકોને માત્ર ૧૦૦ રૂપિયામાં મળશે સીંગતેલ

હાલ મોંઘવારી(inflation) ખુબ જ વધી રહી છે. પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)થી માંડી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોચ્યા છે. ત્યારે હાલ ગુજરાત રાજ્યના જરૂરિયાતમંદ ગરીબ પરિવારો(NFSA કાર્ડધારકો)…

હાલ મોંઘવારી(inflation) ખુબ જ વધી રહી છે. પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)થી માંડી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોચ્યા છે. ત્યારે હાલ ગુજરાત રાજ્યના જરૂરિયાતમંદ ગરીબ પરિવારો(NFSA કાર્ડધારકો) માટે ગુજરાત સરકારે(Government of Gujarat) મહત્વનો નિર્ણય લીધો છે. તહેવારો (festivals)ને લઈને અન્ન નાગરિક પુરવઠા વિભાગે મહત્વની જાહેરાત કરી છે.

70 લાખથી વધુ NFSA કાર્ડધારકોને લાભ મળશે:
આજ રોજ ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે 200 રૂપિયાની આસપાસ મળતું સીંગતેલ હવે 100 રૂપિયે આપવાનો નિર્ણય કર્યો છે. વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ‘પ્રથમ વખત ડબલ ફિલ્ટર સીંગતેલ રાહતદરે સાતમ-આઠમ અને દિવાળી પર આપવાનો નિર્ણય કર્યો છે.’

મળતી માહિતી અનુસાર, તેલની પડતર કિંમત 197 રૂપિયાની પ્રતિ લિટર હોય છે. ત્યારે પ્રતિ લિટરે 97 રૂપિયાની સબસીડી આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. એટલે કે 100 રૂપિયાના પ્રતિ લિટરના ભાવથી આ સીંગતેલ એ દિવાળીના પહેલાના દિવસોમાં અને સાતમ-આઠમના તહેવારોના દિવસમાં આપવામાં આવશે. જેમાં 70 લાખથી વધુ NSFL કાર્ડધારકોને લાભ મળશે અને 27 કરોડનો બોજો સરકારની તિજોરી પર આવશે. આ રીતે દિવાળીના દિવસોમાં અને સાતમ-આઠમ સુધી સરકાર દ્વારા ગરીબોને રાહત આપવામાં આવશે. 

સરકાર કુલ 197 રૂપિયે પ્રતિ લિટર સીંગતેલની ખરીદી કરે છે:
અહેવાલો અનુસાર, સરકાર 197 રૂપિયે સીંગતેલ ખરીદે છે. જેમાં સીંગતેલની ખરીદ કિંમત 180 રૂપિયા છે. જ્યારે 17 રૂપિયા આસપાસ અન્ય ખર્ચા મળીને કુલ 197 રૂપિયે પ્રતિ લિટર સીંગતેલની ખરીદી સરકાર કરે છે. ત્યારે સરકાર આગામી તહેવારોને ધ્યાને રાખી ગરીબ પરિવારોને 200 રૂપિયે મળતું એક લિટર સીંગતેલ 100 રૂપિયામાં જ અપાશે તેવો નિર્ણય લેવાયો. આ રીતે તહેવારોના દિવસોમાં ગરીબ પરિવારોને રાહત આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *