લાઇસન્સમાં થયાં આ ફેરફાર, જૂના લાઇસન્સમાં પણ ફરજિયાત પણે કરાવવું પડશે આ કામ

જ્યારથી આ નવો મોટર વ્હીકલ એક્ટ 2019 આવ્યો છે, ત્યારથી જનતા ખુબ જ પરેશાન છે, કારણ કે તેમા થોડા થોડા દિવસે ફેરફારો આવતા રહે છે,…

જ્યારથી આ નવો મોટર વ્હીકલ એક્ટ 2019 આવ્યો છે, ત્યારથી જનતા ખુબ જ પરેશાન છે, કારણ કે તેમા થોડા થોડા દિવસે ફેરફારો આવતા રહે છે, અને ખાસ તો લોકો નિયમોના ભારે દંડ બાબતે ખુબ વધુ પરેશાન છે. આ નવા એક્ટ આવથી લોકો જાગ્રત થયા છે. પહેલા જે વગર લાઇસન્સે ગાડીઓ ચલાવતા હતા અને અકસ્માતો થતા હતા હવે તેનું પ્રમાણ ખુબ જ ઘટી જવાનું છે. અને પહેલા કોઈ લોકો હેલ્મેટને મહત્વ નોતા આપતા પરંતુ હવે તે પણ કડક રીતે તેનું પાલન કરવામાં આવશે.

હવે તેમા લોકોને રાહત મળે તેવો નિયમ આવ્યો, નવો મોટર વ્હીકલ એક્ટ 2019 લાગૂ થયા બાદ આજ થી એટલે કે 1 ઓક્ટોબરથી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાના નિયમ અને ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ(RC) પણ બદલાઇ ગયા છે.

તમને જણાવી દઇએ કે 1 ઓક્ટોબરથી ડી.એલ. અને આર.સી.ના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા ફેરફાર હેઠળ આખા દેશમાં બધા વાહન ચાલકોના ડી.એલ. ગાડીની આર.સી.નું ફોર્મેટ એક જ હશે. એટલે કે ડી.એલ. અને આર.સી.નો રંગ, લુક, ડિઝાઇન અને સિક્યોરિટી ફીચર્સ એક સરખા હશે. નવા ડી.એલ.માં હશે આ ફીચર્સ
આજથી લાગૂ થનાર નવા નિયમ હેઠળ સ્માર્ટ ડી.એલ. અને આર.સીમાં માઇક્રોચિપ અને ક્યૂઆર કોડ હશે. તેનાથી દેશના દરેક રાજ્યમાં ડી.એલ., આર.સી.નો રંગ અને પ્રિન્ટિંગ એક જેવા હશે. હવે બધા ડી.એલ. અને આર.સી.માં જાણકારીઓ એક જ જગ્યાએ હશે. અત્યાર સુધી રાજ્ય અનુસાર ડી.એલ. અને આર.સી.નું ફોર્મેટ અલગ-અલગ હોય છે, પરંતુ હવે એવું નહી હોય. ક્યૂઆર કોડ અને ચિપમાં બધા જ રેકોર્ડ હશે.

ક્યૂઆર કોડમાં હશે પૂરે-પૂરી માહિતી માહિતી

ક્યૂઆર કોડ દ્વારા કેંદ્વિય ડેટા બેસથી ડ્રાઇવર અથવા વાહન વિશે સમગ્ર રેકોર્ડ વાંચી શકાશે. તમને જણાવી દઇએ કે ક્યૂઆર કોડ રીડ કરવા માટે ટ્રાફિક પોલીસને હેન્ડી ટ્રેકિંગ ડિવાસ આપવામાં આવશે. દરેક વાહન ચાલકના ડીએલની પાછળ ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર પણ લખવામાં આવશે. આ નંબર પર પોલીસ અથવા અન્ય કોઇ ચાલકને મુશ્કેલી સર્જાતા સંપર્ક કરી શકાશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે આ ફેરફાર બાદ ટ્રાફિક સંભાળવામાં પોલીસકર્મીને સરળતા રહેશે.

અત્યાર સુધી હતું આ ચલણ પણ હવે બદલાઈ ગયું છે.

ડી.એલ. અને આર.સી.ને લઇને હાલ દરેક રાજ્ય પોત-પોતાના અનુસાર ફોર્મેટ તૈયાર કરતા હતા, પરંતુ તેમાં એક પરેશાની થતી હતી કે કોઇ રાજ્યમાં તેનાપર જાણકારીઓ શરૂમાં છે તો કોઇ રાજ્યમાં પાછળની તરફ પ્રિન્ટ છે. પરંતુ સરકારના નવા નિર્ણય બાદ ડીલ અને આરસી પર જાણકારીઓ એક જ જગ્યાએ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *