લોહી જાડું થવાથી શરીર ની થઈ જાય છે આવી ગંભીર હાલત,જાણો લોહી પાતળું કરવાના ઉપાય

Published on: 7:38 pm, Thu, 17 June 21

હાલના સમયમાં લોહીના ગઠ્ઠા જામી જવાના ઘણા કિસ્સા સામે આવી રહા છે.તેનું માત્ર એક કારણ શરીરમાં રહેલું લોહી જાડું થઈ જવું પણ છે.જે એક ગંભીર રૂપ લઈ શકે છે.શરીર ને સ્વસ્થ રાખવા માટે લોહી પાતળું રહેવું જરૂરી છે. જો લોહી જાડુ થવા લાગે અને ગઠ્ઠા થવા લાગે અને ગઠ્ઠા થવા લાગે તો તેનાથી ગંભીર નુકસાન થઈ શકે છે. શરીરને અંદર થી હેલધી રાખવા માટે લોહી પાતળું હોવું જરૂરી છે.

લોહીને પાતળું કરવાના ઉપાય
ઘણા લોકો ઝાડા લોહીને પાતળુ કરવા માટે દવાઓ લે છે. જો તમે ઇચ્છો તો તમે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને પણ આ કરી શકો છો. દવાઓ સિવાય, કેટલાક ખાદ્ય પદાર્થો અને ઘરેલુ ઉપાય પણ લોહી ગંઠાઈ જવાના જોખમને ઘટાડવા માટે અસરકારક છે. આ માટે તમારે તમારા આહાર પર ધ્યાન આપવું પડશે.

ફાઇબરવાળો ખોરાક લો
તો તમે તમારા આહારમાં ફાઈબરથી ભરપૂર ખોરાક સામેલ કરો છો તો લોહી પાતળું થશે. લોહીને શુદ્ધ કરવા માટે ફાઇબરથી રીચ આહાર લેવું જરૂરી છે. આને કારણે પાચન શક્તિ સારી રહે છે અને લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રહે છે. તમારા આહારમાં બ્રાઉન રાઈસ,ગાજર,બ્રોકોલી, મૂળા, સલગમ, સફરજન અને તેનો રસ સામેલ કરો.

ઊંડા શ્વાસ લો
સવારના સમયે શુદ્ધ ઓક્સિજન સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. ઊંડા શ્વાસ ને લીધે ઓક્સિજન ફેફસામાં જાય છે અને જેના કારણે રક્ત પરિભ્રમણ બરાબર રહે છે.

માછલીનું તેલ
ફિશ ઓઈલમાં ઓમેગા -3 ફેટી એસિડસ્, ઇપીએ અને ડીએચએ હોય છે જે લોહીને પાતળું કરવામાં મદદગાર છે.તમારા આહારમાં ફિશ ઓઈલનો સમાવેશ કરો.ડોકટરો પણ ફિશ ઓઈલ કેપ્સ્યુલસ લેવાની સલાહ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.