સુરતના અમરોલી વિસ્તારમાં મોબાઈલ ચોરી કરતો શાતીર ચોર ઝડપાયો – ઘટના CCTVમાં થઇ કેદ

Published on: 3:53 pm, Thu, 23 June 22

સુરત(ગુજરાત): અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાનીને કારણે લૂંટ ચલાવે છે. તમે વારંવાર સાંભળતા હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા તમે જોતા હશો કે આ જગ્યા પર અજાણ્યો શખ્સ મહિલાના ગળામાં રહેલ ચેઇન લઈને ફરાર થઈ જાય અથવા તો મોબાઈલ લુટ થતી ઘટના પણ સાંભળી હશે. ત્યારે ફરીવાર સુરત(Surat)ના અમરોલી(Amaroli) વિસ્તારમાંથી મોબાઈલ(Mobile) ચોરીનો કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, અમરોલી વિસ્તારમાં આવેલ કારખાનામાં ચોરી કરતો શાતીર ચોર ઝડપાયો છે. અમરોલી વિસ્તારમાં લુખ્ખા તત્વો જાણે બેફામ બન્યા છે. અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવે છે. અસામાજિક તત્વોને ખાખી વર્દીનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જાણવા મળ્યું છે કે, આ શખ્સ કારખાનામાં મજુરી કરવાને બહાને આવતો અને ચોરી કરીને ફરાર થઇ જતો હતો. આ શાતીર ચોર નોકરીના પહેલા જ દિવસે ચોરીને અંજામ આપતો હતો. ઘટના અંગે પોલીસને જાણ થતા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા.

સીસીટીવીમાં જોઈ શકાય છે કે, આ શખ્સ કેવી રીતે મોબાઈલ ચોરી કરીને ત્યાંથી નીકળી જાય છે. પોલીસ દ્વારા શખ્સને પકડી પાડી પૂછપરછ કરવામાં આવતા અગાઉ પણ આ ચોરે રેલવે પોલીસ મથક વિસ્તારમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.