દાંતથી ASI નો કાન કાપીને પોલિસની પકડમાંથી ભાગી ગયો ચોર, બની એવી ઘટના કે….

હાલમાં એક ચોર ASIનો કાન કાપીને તેમની પકડમાંથી છૂટીને ભાગી ગયો છે. ઘટના એવી બની હતી કે ચોરને પકડીને પોલિસ સ્ટેશન લઈ જવાતો હતો. તે…

હાલમાં એક ચોર ASIનો કાન કાપીને તેમની પકડમાંથી છૂટીને ભાગી ગયો છે. ઘટના એવી બની હતી કે ચોરને પકડીને પોલિસ સ્ટેશન લઈ જવાતો હતો. તે દરમિયાન ASIનો કાન એવી રીતે કાપ્યો કે તેના બે ટુકડા થઈ ગયા. ઘાયલ ASIને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ શાતિર ચોર લગભગ 15 દિવસ પહેલા જ જેલની બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા પછી પણ તેણે પોતાનું કાર્ય છોડ્યું નહતું અને ફરીથી ચોરી કરવા લાગ્યો હતો.

જાણવા મળ્યું છે કે, ચોરીના આરોપીનું નામ બલકાર છે. તેના પર પહેલેથી જ ઘણી ચોરીઓના અન્ય મામલા પણ નોંધાયેલા છે. જેલમાંથી છુટ્યા પછી એકવાર ફરીથી તેણે ચોરીની યોજના બનાવી હતી અને તે વોર્ડ નંબર 7માં ચોરી કરવાની દાનતથી એક ઘરમાં ઘૂસ્યો. ઘરમાં સરસામાન શોધી રહ્યો હતો અને તે જ દરમિયાન મકાનમાલિક ધર્મપાલ ઘરે પહોંચી ગયા.

તેમણે ઘર ખુલ્લું જોઈને ખ્યાલ આવી ગયો કે ઘરમાં ચોર ઘૂસ્યો લાગે છે. મકાન માલિકને જોતાં ચોરે ઘર અંદરથી બંધ કરી દીધું. ત્યારબાદ તેણે છત ઉપરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થાનિક લોકોએ પોલિસને જાણ કરી દીધી અને ચોરને ભાગવાથી રોક્યો. એટલી જ વારમાં પોલિસ સમયચર પહોંચી ગઈ અને ચોરને દબોચી લીધો.

પોલિસ સ્ટેશનના ASI કૌશલચંદ્રનું કહેવું છે કે, તેઓ પોતાના સાથી સાથે બલકારને ગાડીમાં લઈને પોલિસ સ્ટેશન લઈ જતા હતા. આ દરમિયાન તેને હથકડી પણ લગાવી હતી. જ્યારે ગાડી થોડી દૂર ગઈ તો તે ચાલુ ગાડીથી કુદીને ખેતર તરફ ભાગવા લાગ્યો હતો.

તેમણે જણાવ્યું કે, વચ્ચેથી ભાગી જનાર બલવીરને ફરીથી પકડી લીધો. પરંતુ આ ઝપાઝપી દરમિયાન તેણે ASIનો કાન કાપી લીધો અને કાનના બે ટુકડા થઈ ગયા હતા. જેને લઈને તેમના સાથીઓ દ્વારા તેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતાં. આ બાજુ પોલિસે આરોપીને કસ્ટડીમાં મોકલી દીધો છે. તેના પર પોલિસ પર હુમલો કરવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *