ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સુરતમાં આખેઆખું ATM ચોરાયું- ઘટના CCTVમાં કેદ

સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ક્યાંક હત્યા છે.. તો ક્યાં ચોરીના બનાવો બની રહ્યા છે. હાલ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ખાસ તો સુરત શહેર ગુનાખોરીનો આદ્દો બની ગયું છે. કોઈ પણ, ગમે ત્યારે ગુનો કરવા લાગ્યા છે. પછી એ ચોરી હોય, દુષ્કર્મ હોય કે પછી હત્યા હોય…

આવા સમય વચ્ચે સુરતમાં જ આખેઆખું ATM લુંટી લેવાની ઘટના સામે આવી છે, જેનો વિડીયો હાલ વાયુવેગે સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સુરત શહેરના ઓલપાડના ટકાર ગામમાં એટીએમ ચોરી ની ઘટના બની છે. આ ગામમાં સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક નું એટીએમ ચોરાયુ છે. તસ્કરો આખેઆખું atm તોડીને એટીએમ સેન્ટર થી બહાર લઈ ગયા.

એટીએમ સેન્ટર થી 50 મીટર દૂર પોલીસ તપાસ દરમ્યાન મશીન મળી આવ્યું હતું. તેમજ એટીએમ મશીન ના પૈસા ની ટ્રે થોડે દૂર કેનાલ પાસેથી મળી આવી છે.

આ ઘટનાની જાણકારી મળતા કિમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે તેમાંથી કેટલા પૈસાની ચોરી થઈ હતી તેની જાણકારી મળી શકી નથી. આ બાબતે જાણકારી ત્યારે જ મળશે જ્યારે બેંકના કર્મચારીઓ ઘટના સ્થળ પર હાજર થશે. આ એટીએમ તસ્કરો કેવી રીતે તસ્કરી કરી રહ્યા છે તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en